Home /News /south-gujarat /નર્મદા જિલ્લામાં જો રોમિયોગીરી કરી તો હવે ખૈર નહીં

નર્મદા જિલ્લામાં જો રોમિયોગીરી કરી તો હવે ખૈર નહીં

અત્યારના જમાનામાં ટેક્નોલોજીનો ઉપયોગ ખુબ વધી ગયો છે. ટેક્નોલોજીનો ઉપયોગ વધવાથી ઘણા ફાયદા પણ થયાં છે અને કેટલાક ગેરફાયદા પણ થયાં છે. જેમાં ટીવી મોબાઈલની અસર સમાજમાં ઠેર ઠેર જોવા મળી રહી છે. ટીવી-મોબાઈલમાંથી ઘણું શીખવા મળે છે, પરંતુ કેટલાક યુવાનો તેમાંથી ના શીખવાનું શીખી તેનું અનુસરણ કરવા લાગે છે, અને અવળા રવાડે ચઢી જાય છે. આવા અસામાજિક કામના રવાડે ચઢેલા યુવાનોને પાઠ ભણાવવા નર્મદા જિલ્લા પોલીસે નવો કિમિયો શોધી કાઢ્યો છે.

નર્મદા જિલ્લામાં જો રોમિયોગીરી કરી તો હવે ખૈર નહીં. કારણ કે નર્મદા પોલીસે બનાવી છે નિર્ભયા સ્કોર્ડ બનાવી છે જે શાળા-કોલેજમાં રોમિયોગીરી કરતા યુવકોને પાઠ ભણાવશે. આ સ્કોર્ડનું લોન્ચિંગ વડોદરાના રેન્જ આઇજી અભય ચૂડાસમા દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સ્કોર્ડ માટે નર્મદા જિલ્લામાંથી 100 થી વધુ મહિલા પોલીસ કર્મીને પસંદ કરવામાં આવી છે. તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે જોકે આ નિર્ભયા સ્ક્રોર્ડ દરેક શાળામાં પહેરો ભરશે અને રોમિયોથી વિધાર્થીઓની રક્ષા કરશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પોલીસે રોમીયોગીરી કરતા લોકોને પાઠ ભણાવવાના પ્રયાસ કરેલા છે. થોડા સમય પહેલા ભૂજ પોલીસે રોમીયોગીરી અને લુખ્ખાગીરી કરીતા બાઈકર્સ યુવાનોના બાઈક ડિટેન કરી પાઠ ભણાવ્યા હતા, તો નવરાત્રી સમયમાં રાજકોટ પોલીસે રોમીયોગીરી કરતા યુવાનોને જાહેરમાં ઉઠબેઠક કરાવી પાઠ ભણાવ્યો હતો.
First published:

Tags: Narmada district, પોલીસ`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन