સરદારે જે રજવાડાઓને એકઠાં કર્યા એમનો ઉલ્લેખ મ્યુઝિયમમાં કરવા માટે રાજપૂત સમાજની માંગ

આવેદનપત્ર આપતા રાજપૂત સમાજ

31 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દેશના વડાપ્રધાન લોકર્પિત કરવા જઈ રહ્યા છે.

  • Share this:
    હર્ષદ મહેરા, પંચમહાલ

    31 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દેશના વડાપ્રધાન લોકર્પિત કરવા જઈ રહ્યા છે. ત્યારે દેશને આઝાદી બાદ અખંડ રાખનાર ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યૂ જે 182 મીટર ઊંચું બનાવવામાં આવ્યું છે. જેને લોકર્પિત કરવા માટે આડે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે હવનમાં રોડા નાખનારાઓ અવનવી રીતે કોઈ ને કોઈ વિરોધ કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસ અગ્રેસર છે.

    મળતી માહિતી પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમના વિરોધમાં રાજપૂત સમાજ આવ્યો છે. જેમની નેતાગીરી ભાજપના જ ધારાસભ્ય એવા ગોધરાના સી.કે. રાઉલજીએ લીધી છે. સી.કે. રાઉલજી દ્વારા રાજપૂત સમાજના અગ્રણીઓની સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું કે સરદાર સાહેબ જેઓની પ્રતિમા 31 મીએ ખુલ્લી મુકાશે. પણ સરદાર સાહેબ દ્વારા જ તેઓની ઓળખ હતી. અખંડ ભારતની જેમાં 562 જેટલા રજવાડાને ભેગા કરવામાં આવ્યા હતા. તો એ 562 રજવાડા ક્યાં ક્યાં હતા એ બાબતની રજેરજની માહિતી સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમમાં ઉલ્લેખ હોવો જોઈએ.

    હવે જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે 2 દિવસ અગાઉ જ રાજપૂત સમાજના નામે ગોધરાના ધારાસભ્ય પોતાની પાર્ટીની સરકારને આવી રજૂઆત કરે એ કેટલા અંશે યોગ્ય કહેવાય એતો ભાજપ જ જાણે. પણ વર્ષો સુધી કોંગ્રેસમાં રહી હમણાં જ ભાજપ જોઈન કરનાર સી.કે.રાઉલજી ભાજપના કોઈ પણ કાર્યક્રમનો વિરોધ કરવાનું ભૂલ્યા હોય એમ લાગતું નથી.

    ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના જણાવ્યા પ્રમાણે "૩૧મી ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નું લોકાર્પણ થવાનું છે ત્યારે અમારા રાજપૂત સમાજની માંગ છે કે અમારા 562 રજવાડા જે સરદાર સાહેબે એક કર્યા હતા એ તમામ રજવાડાનો ઉલ્લેખ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે મ્યુઝિયમમાં કરવામાં આવે"

    તો રાજપૂત સમાજના અગ્રણી કાલિકા સિંહના જણાવ્યા પ્રમાણએ "અમારા સમાજે સરદાર સાહેબ ની વાત ને માની 562 રજવાડા દેશ ને અખંડ બનાવવા આપી દીધા ત્યારે આવા અખંડ દેશ ના સરદાર સાહેબ ના સ્ટેચ્યૂ ના અનાવરણ સમયે એ ઇતિહાસ ની ઝાંખી એ સ્થળે અવશ્ય હોવી જ જોઈએ અને 562 પુરા રાજા ઓ ના નામ પણ લોકો માટે જાણકારી હેતુ ત્યાં મુકવા જોઈએ"
    Published by:ankit patel
    First published: