દિપક પટેલ, રાજપીપળા : રાજપીપળાની બરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી (Birsa Munda Tribal University)માં વેરિફિકેશન માટે આવેલી એક નકલી માર્કશીટનું (Duplicate Marksheet Scam) રાષ્ટ્રીય કૌભાંડ ખુલ્લુ પાડી દીધું છે. આ નકલી માર્કશીટે પોલીસને દિલ્હીની માર્કશીટ માફિયા યુવતી સુધી પહોંચાડી દીધી છે. પોલીસે જુદી જુદી યુનિવર્સિટીની 30 નકલી ડિગ્રી (Bogus Degree) 510 નકલી માર્કશીપ (Fake Marksheet) સાથે આરોપી યુવતીની ધરપકડ કરી છે.
બનાવની વિગતો એવી છે કે રાજપીપલા ખાતેની બીસ્સા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં ગત તારીખ 10/12/21ના રીજ બનાવટી ડીગ્રી સર્ટી વેરિફિકેશન માટે આવી હતી. યુનિવર્સિટીની ફેક વેબસાઇટ આ માર્કશીટ દ્વારા તપાસમાં ચેક કરવા મળી હતી. દરમિયાન યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. જે ફરીયાદ આધારે પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
તપાસનો રેલો દિલ્હી પહોંચ્યો
પોલીસ ઇન્સપેકર, એલ.સી.બી.એ.રા પટેલે તથા તેમની ટીમ કરતાં એમ દરમ્યાન આ બીરસા મુંડા ટ્રાયબલ યુનિર્સિટીની ફેક વેબસાઇટ બનાવનારની ઓળખ કરવામાં આવી હતી.
આ યુનિવર્સીટીનાના સર્ટીઓ બાબતે વેરિફિકેશન તેમજ લાગતા વળગતા પાસાઓની તપાસ કરવામાં આવી.ત્યારે મૂળ છત્તીસગઢ અને હાલ દિલ્હી ખાતે રહેતી દેઉલા નંદ રૈવ બીસી નંદ ઉત્તમ નગર રાજાપુરી દિલ્હી હોવાનું બહાર આવ્યું હતું. પોવલીસે દિલ્હીના તેના મકાનમાં રેડ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું કે આ જગ્યા પર નર્મદા LCB ની ટીમે રેડ કરતા આ મહિલા જેની પાસે ઘરમા ભારતની અલગ-અલગ 35 યુનિવર્સીટીના ડિગ્રી સર્ટિફિકેટ કુલ-30 તથા માર્કશીટો 510 તથા ડીસીપી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના રબર સ્ટેપ કુલ-94 તથા ડિગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હૉલમાર્ક મળી આવ્યા છે.
અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે, જે તમામ મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે. તેમજ વધુ તપાસ માટે હાલ મુદ્દામાલ સાથે મહિલા ને ઝડપી રાજપીપલા ખાતે લાવવામાં આવ્યા છે. ગુજરાતના તથા ગુજરાત બહારના એજન્ટોની તમામ કાર્યવાહી ચાલુમાં છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર