બનારસ ફસાયેલા રાજપીપળાનાં 30 પ્રવાસીઓ પરત ફર્યા, તમામને ક્વૉરન્ટાઇન કરાયા

પ્રતિકાત્મક તસવીર

નર્મદા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા તમામને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : રાજપીપળાનાં 30 જેટલા ભાઈ-બહેનોનો સમૂહ દસેક દિવસ પહેલા વારાણસી, બનારસ, આગ્રાના પ્રવાસે ગયા હતા. પરંતુ કોરોના મહામારીના પગલે આ તમામ વારાણસીમાં અટવાતા મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, ગુજરાત ટુરિઝમમાં MD જેનું દેવન દ્વારા વારાણસીનાં કલેક્ટરનો કોન્ટેક્ટ કરતા તમામ અટવાયેલા પ્રવાસીઓને ગઈ કાલે બનારસથી રાજપીપળા આવવા દીધા હતા. જે બાદ ગઈકાલે મોડી રાત્રે તેઓ પોતાના વતન આવી પહોંચ્યા હતા.

  નર્મદા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા તમામને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક વ્યક્તિઓ પોતાના ઘરની બહાર નીકળતા આરોગ્ય વિભાગ દ્વારા તમામનાં ઘરે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. 60 વર્ષની ઉપરની ઉંમરના 9 જેટલાને પોલીસ દ્વારા ડિટેન કરી તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તમામને સૂચના આપવામાં આવી છે કે, ઘરની બહાર નીકરવવાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચો - વડોદરામાં કોરોનાને કારણે પહેલું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

  મહત્વનું છે કે, રાજપીપળાના કેટલાક વ્યક્તિઓ બનારસ ખાતે દર્શન કરવા ગયા હતા. લૉકડાઉન થતા તેઓ ત્યાં ફસાયા હોવાને કારણે તેમણે તંત્ર પાસે મદદ માંગી હતી. રાજપીપળાનાં 30 જેટલા પ્રવાસીઓ બનારસ ખાતે ફસાયાનો એક વીડિયો પણ વાયરલ કરી પોતાની હાલત જણાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે બનારસ દર્શનાર્થે ગયા બાદ લૉકડાઉન થતા ફસાઈ ગયા છીએ. અમારી સાથે સિનિયર સીટીઝન પણ છે એ બીમાર છે. એમની પાસે દવા હતી એ પૂરી થઈ ગઈ અને ત્યાં ગુજરાતની દવા મળતી નથી. પૈસા પણ પુરા થયા છે. વીડિઓના માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરી હતી કે વહેલી તકે અમને અહીંથી ગુજરાત પરત લાવે અમે બધા તંદુરસ્ત છીએ. પરંતુ હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં આવીને ટેસ્ટ કરાવીશું પણ અમને વહેલીમાં વહેલી તકે ગુજરાત લાવે અમારા ઘરે અમારા પરિવારજનો ચિંતીત હોય આ મુસીબત માંથી બહાર કાઢો. જે બાદ સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલા લીધા હતા.

  આ પણ જુઓ - 
  Published by:Kaushal Pancholi
  First published: