વાતાવરણમાં પલટો:દાહોદ,સુરતમાં ધોધમાર,ભરૂચમાં ઝરમર વરસાદ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 12:48 PM IST
વાતાવરણમાં પલટો:દાહોદ,સુરતમાં ધોધમાર,ભરૂચમાં ઝરમર વરસાદ
રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે ત્યારે આજે સવારથી જ દાહોદ અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વરાછા અને કાપોદ્રામાં વરસાદ, ભરૂચમાં ઝરમર વરસાદ પડ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 8, 2017, 12:48 PM IST
રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે ત્યારે આજે સવારથી જ દાહોદ અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વરાછા અને કાપોદ્રામાં વરસાદ, ભરૂચમાં ઝરમર વરસાદ પડ્યો છે.બારડોલી, મહુવા તેમજ પલસાણામાં ઝરમર વરસાદ શરૂ થયો છે.

varsad

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં પણ આજે સવારે આશરે પોણા પાંચ વાગ્યાના સમુમારે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું.વહેલી સવારે વરસાદ પડતા ઘરની અગાશીઓ ઉપર સૂતેલા લોકોને દોડીને ઘરમાં ઘૂસવાની ફરજ પડી હતી.વરસાદ પડતાની સાથે વાતાવરણમાં પણ અનેરી ઠંડક પ્રસરી હતી.વીજળીના ચમકારા વચ્ચે વરસેલા મોસમના પહેલા વરસાદને પગલે સૌ કોઇમાં આનંદની લાગણી પ્રસરી હતી.વરસાદ સાથે લાઇટો પણ ડુલ થઇ હતી

alpad varsad

 
First published: June 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर