કેવડિયા : સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પાસે જમીનના ફેન્સિંગ મામલે ઉકળતો ચરૂ, પોલીસના ધાડેને ધાડા ઉતારી દેવાયા

News18 Gujarati
Updated: May 31, 2020, 3:01 PM IST
કેવડિયા : સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પાસે જમીનના ફેન્સિંગ મામલે ઉકળતો ચરૂ, પોલીસના ધાડેને ધાડા ઉતારી દેવાયા
પોલીસે નર્મદા અને ગરૂડેશ્વરના ગામોને કોર્ડન કરી કિલ્લેબંધી કરી નાખી છે.

નર્મદાના ગરુડેશ્વર અને કેવડિયાના ગામોમાં કોર્ડન કરી મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ કોંગ્રેસ મહામંત્રી ડિટેન, મહિલાઓ ઉતરી રસ્તા પર

  • Share this:
દિપક પટેલ, નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેનસિંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.30મી મેં ના રોજ ગુજરાત કોંગ્રેસના 10 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો.

એ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો.બીજી બાજુ આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે સાથે જિલ્લા ની તમામ બોર્ડર સીલ કરી તમામ આવતા જતા લોકો ને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સુરત : કોંગ્રેસના કોર્પોરેટર સાથેના ઝઘડામાં યુવકની હત્યા, લૉકડાઉન ખૂલતા જ ખેલાયો ખૂની ખેલ

એ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી.જેને પગલે 31મી મેં ના રોજ નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલિસ કાફલો ખડકી દેવાયો હતો, જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલિસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

આ પણ વાંચો :  Unlock 1.0 : રાજ્યમાં ST સાથે ખાનગી બસો પણ દોડશે, સરકારે બહાર પાડ્યું જાહેરનામું

ત્યારે નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો. પ્રફુલ્લ વસાવાને પોલીસે ડિટેન કર્યા હતા.નર્મદા જિલ્લા પોલિસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગામોમાં આદિવાસી સંગઠનો દ્વારા થનારા સંભવિત વિરોધને પગલે જિલ્લાના તમામ પોઇન્ટ પર પોલીસ ખડકી દેવાઈ છે, હાલ લોકડાઉન અમલી બનાવાયું છે જેથી કોઈ પણ વ્યક્તિ રાજકીય મેળાવડા કરતા પકડાશે એની પર કાર્યવાહી કરવામાં આવશે.
First published: May 31, 2020, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading