Home /News /south-gujarat /PM Modi In Ektanagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં મેઝ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ

PM Modi In Ektanagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં મેઝ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેઝ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ.

PM Modi In Ektanagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે હાલ તેઓ એકતાનગર પહોંચ્યા છે અને ત્યાં મેઝ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ છે. હવે સાંજે તેઓ નર્મદા મૈયાની આરતી કરવા પહોંચશે.

એકતાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે હાલ તેઓ એકતાનગર પહોંચ્યા છે અને ત્યાં મેઝ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ છે. હવે તેઓ સાંજે નર્મદા મૈયાની આરતી કરવા પહોંચશે.

વડોદરામાં ભવ્ય રોડ-શો યોજ્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 3 દિવસના ગુજરાત પ્રવાસે રવિવારે બપોરે વડોદરા પહોંચ્યા હતા. અહીં તેમણે રોડ શોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રસ્તાની બંને તરફ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.લોકોએ પીએમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ પીએમ મોદીએ વડોદરા ખાતે ભારતના સૌપ્રથમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

આ પણ વાંચોઃ કેવડિયામાં 'શ્રીયંત્ર' જેવું ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટ તસવીરોમાં જુઓ

'ભારત ફાઇટર પ્લેન, ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે'


આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મોટા પગલાં ભરી રહ્યું છે. ભારત ફાઇટર પ્લેન, ટેન્ક અને સબમરીન બનાવી રહ્યું છે. ભારતમાં બનેલી વેક્સિન પણ દુનિયામાં લાખો લોકોની જિંદગી બચાવી રહી છે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. હું એ દિવસ જોઇ રહ્યો છું કે, વિશ્વના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. ભારતમાં નિર્માણ પામનાર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આપણી સેનાને તો તાકાત આપશે જ આ સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકો સિસ્ટમનો પણ વિકાસ થશે.

આ પણ વાંચોઃ વડોદરામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શોમાં ઉમટી જનમેદની

મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ ગ્લોબનો સંકલ્પ વડોદરાની ધરતીથી મજબૂત થશે


પીએમ મોદીએ કહ્યુ કે, શિક્ષા અને સંસ્કૃતિના કેન્દ્ર માટે પ્રતિષ્ઠિત વડોદરા હવે, એવિએશન સેક્ટરના હબના રૂપમાં નવી ઓળખ સાથે વિશ્વ સામે માથું ઉચું કરશે. મેક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ ગ્લોબનો સંકલ્પ વડોદરાની ધરતીથી મજબૂત થશે. આગામી 10-15 વર્ષમાં ભારતને લગભગ 2000થી વધારે પેસેન્જર અને કાર્ગો એરક્રાફ્ટની જરૂરિયાત ઉભી થશે, આ મોટી માગને પહોંચી વળવા માટે ભારત અત્યારથી તૈયારી કરી રહ્યું છે.
First published:

Tags: Kevadiya Colony, Narendra modi gujarat visit, Narendra Modi in Gujarat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો