PM મોદી ફરી આવશે ગુજરાત, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તૈયાર કરાયો ખાસ દરબારી ટેન્ટ

News18 Gujarati
Updated: November 24, 2018, 8:01 PM IST
PM મોદી ફરી આવશે ગુજરાત, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તૈયાર કરાયો ખાસ દરબારી ટેન્ટ

  • Share this:
દિપક પટેલ, નર્મદા

પ્રધાનમંત્રી 20 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોનીમાં.પ્રધાનમંત્રીનાં રોકાણ માટે ખાસ દરબારી ટેન્ટ તૈયાર કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દોઢ મહિનાના ટૂંકા સમયમાં જ ફરી એક વાર કેવડિયાની મુલાકાત લેશે. આગમી મહિને 20, 21 અને 22 ડીસેમ્બરનાં રોજ ટેન્ટ સીટી નર્મદા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ યોજાનાર છે. આ ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુવિધા તેમજ પોલીસ સેવામાં ઉભા થતા પડકારોની સમીક્ષા કરવામાં આવે છે.

આ પણ વાંચો ભારતમાં લોન્ચ થઇ દુનિયાની સૌથી મોંઘી એન્ડ્રોઇડ એપ, જાણો વિશેષતા

કેવડિયા ખાતે યોજાનાર કોન્ફરન્સમાં કેન્દ્રીય પોલીસ સેવા bsf, ibpt, crpf,cisf સહિત ib અને તમામ રાજ્યોના પોલીસ વડાઓ ઉપસ્થિત રહેશે. ખાસ પ્રધાનમંત્રી મોદીના આગમનને વધાવવા માટે રાજ્ય વહીવટીતંત્રએ કમર કસી છે. અને તેમાં પણ ટેન્ટ સિટી નર્મદા ખાતે જ તેઓ રોકાણ કરનાર હોવાના સંકેત pmo દિલ્હીથી આપી દેવામાં આવતા ટેન્ટ સીટી ખાતે ખાસ દરબારી ટેન્ટ ઉભો કરી દેવામા આવ્યો છે. આ ટેન્ટમાં ખાસ કરીને લક્ઝુરિયસ સુવિધાઓ ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં લિવિંગ રૂમ, બે બેડરૂમ સહિત acની સુવિધા તૈયાર કરી દેવાઈ છે.

વડાપ્રધાન માટે ખાસ દરબારી ટેન્ટ તૈયાર કરાયો છે


આગામી 20થી 22 ડિસેમ્બર દરમિયાન કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ રાજ્યોનાં પોલીસ વડાની ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. અને તેઓ 22 ડિસેમ્બરે દિલ્હી પરત ફરશે. જ્યારે 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ડીજી કોન્ફરન્સમાં આવશે. આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા ઉપરાંત બાહ્ય પડકારો આંતકવાદ, ત્રાસવાદ અને નક્સલવાદને નાથવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading