વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) 30 અને 31 ઓક્ટોબર ગુજરાત પ્રવાસે (Gujarat Visit) હતા. આ બે દિવસમાં પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના (Statue of Unity, Kevadia) સંકલિત વિકાસ માટેના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આરોગ્યવન, એકતામોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ, જંગલ સફારી, જેટ્ટી અને બોટિંગ (એક્તા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ તેમજ સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવીનતમ વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું (website and Mobile app) પણ લોન્ચિંગ કર્યું હતું. આ વેબ સાઈટ વિશ્વની બહુવિધ 6 ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિગતો પૂરી પાડશે. આ સાથે 31 ઓક્ટોબર એટલે શનિવારે 145મી સરદાર પેટલની જન્મજયંતી એટલે એકતા દિવસે (NationalUnity Day) એકતા પરેડ નિહાળી અને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આજે તેઓએ સી પ્લેનનો (Seaplane) પ્રારંભ કરાવીને કેવડિયાથી અમદાવાદ (Kevadia to Ahmedabad) આવ્યાં હતાં. જે બાદ તેઓ દિલ્હી (Delhi) જવા રવાના થયા છે.
કેશુબાપાના અને કનોડિયા પરિવારને મળ્યા
કેશુભાઇ પટેલનાં ગુરૂવારે નિધન બાદ પીએમ મોદીએ ગુજરાત પ્રવાસનાં કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. પીએમ મોદી સવારે 9:45 કલાકે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) આવી પહોંચ્યા હતા. જ્યાં સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ , અમદાવાદનાં મેયર બિજલ પટેલે તેમનું કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર કેશુભાઈ પટેલના (Keshubhai Patel) નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
જે બાદ પીએમ મહેશ-નરેશ કનોડિયા પરિવારને મળીને દિલસોજી પાઠવી હતી. જે બાદ પીએમ ગાંધીનગરથી જ કેવડિયા પહોંચ્યા હતા. માનવામાં આવતું હતુ કે, પીએમ માતા હીરા બાને મળવા જશે પરંતુ તેઓ સીધા કેવડિયા જ પહોંચ્યા હતા.
Glad to see Kevadia emerge as a vibrant place for tourism. During my visit today, inaugurated the Aarogya Van, which contains exhibits relating to nature. Aarogya Van also showcases traditional forms of healing, be it Yoga and Ayurveda. pic.twitter.com/AqMyKUIk80
145મી સરદાર પટેલ જન્મજયંતીના (Sardar Patel Jayanti) દિવસે ,31 ઓક્ટોબરના રોજ, પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમાના ચરણ પૂજન કરીને નતમસ્તક થઇને પુષ્પાંજલી અર્પી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ પ્રતિજ્ઞા અક્ષરસઃ આ મુજબ છે - હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ, હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી લઉ છું જેને સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું.
ત્યારબાદ પીએમ મોદીએ એકતાના શપથ લેવડાવ્યા. એકતા પરેડમાં ઉપસ્થિત રહી સૈન્યના કરતબો નિહાળ્યા હત. જે બાદ તેમણે આઈએએસનાં તાલિમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ મોદી તળાવ નંબર 3 ખાતેથી સી-પ્લેનનું ઉદ્ધાટન કરી તેમાં બેસી માત્ર 50 મિનિટમાં અમદાવાદ રિવરફ્રન્ટ આવી પહોંચ્યા હતા.
જ્યાં તેમનું સ્વાગત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું હતું. જે બાદ પીએમ મોદી એમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ હયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર