PM મોદી ફરી લેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત, 21મીએ ડીજી કોન્ફરન્સમાં લેશે ભાગ

News18 Gujarati
Updated: November 24, 2018, 10:05 AM IST
PM મોદી ફરી લેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત, 21મીએ ડીજી કોન્ફરન્સમાં લેશે ભાગ
31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

21 ડિસેમ્બરે કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે

  • Share this:
નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક મહિના બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. 21 ડિસેમ્બરે કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ કોન્ફરન્સમાં ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાજર રહેશે. ત્યાં ઊભા કરવામાં આવેલા ટેન્ટ સિટીમાં અધિકારીઓ રાત્રિ રોકાણ કરે તેવી શક્યતા છે. આ કોન્ફરન્સને ધ્યાને લઈ 20થી 22 ડિસે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંત‍િ 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને રોકાવા માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે. અનાવરણ બાદ રોજ હજારો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. દિવાળીના દિવસોમાં પ્રવાસીઓના ભારે ઘસારાના કારણે અવ્યવસ્થા પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કલાકો લાઇનમાં ઉભા નથી રહેવું? તો આવી રહી છે આ સુવિધા

22 દિવસમાં 2.26 લાખ પ્રવાસીઓ, 4.91 કરોડની આવક

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયાના 22 દિવસમાં 2,26,615 પ્રવાસીઓએ મુલાકાત લીધી. અને આ 22 દિવસમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રૂ.4,91,58,406ની આવક થઈ છે. હાલ રોજના 10 હજાર પ્રવાસીઓની એવરેજ બાંધી દેવામાં આવી છે. જેથી પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થાને સારી રીતે સંભાળી શકાય.યોગી આદિત્યનાથ સહિતના નેતાઓની લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણના થોડાક જ દિવસોની અંદર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બીડી મિશ્રાએ પણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી હતી.
First published: November 24, 2018, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading