
હાઇલાઇટ્સ
આજે 31મી ઓક્ટોબરે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું લોકાર્પણ કર્યું હતું. તેમણે કેવડિયામાં આવેલી 'વેલી ઓફ ફ્લાવર્સ' અને 'ટેન્ટ સિટી'નું પણ લોકાર્પણ કરીને તેની મુલાકાત લીઘી હતી. અંતમાં તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની 'છાતી'માંથી નર્મદા ડેમ નિહાળ્યો હતો. આ પહેલા તેમણે 30 વિવિધ નદીઓના પાણીથી સરદારના ચરણો પર જળાભિષેક કર્યો હતો.
સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાના આ જાજરમાન પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યાં હતાં.