જનતાએ કોંગ્રેસના આ નેતાને 15 વર્ષનું કરાવ્યું વનવાસ

  • Share this:
એક કહેવત છે એ રામે 14 વર્ષનો વનવાસ કાપ્યા બાદ આયોધ્યા પરત ફર્યા અને જેમનો રાજ્યાભિષેક થયો. એજ વાતનો આજે કળિયુગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુર્નરાવર્તન જોવા મળી રહ્યું છે, વાત છે નર્મદા જિલ્લાના 148 - નાંદોદ વિધાન સભાની કે, જ્યાં 14 વર્ષના વનવાસ બાદ અહીંના મતદારોએ 72 વર્ષીય કોંગ્રેસના પીઢ આગેવાન પ્રેમસિંહ વસાવાને પુનઃ ગાદીએ બેસાડ્યા છે. જીત બાદ આ પરિવાર એક ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

1000ની વસ્તી ધરાવતા ભુછાડ ગામમાં તેઓનો જન્મ 5 માર્ચ 1949માં થયો હતો. તેઓ રાજપીપલાની શ્રી રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજમાં શારીરીક શિક્ષણ વિષયનાં પ્રોફેસર તરીકે સેવા આપતા હતા. આ શૈક્ષણીક સંસ્થા શરૂ કરનાર અને તે સમયનાં દિગ્ગજ નેતા રત્નસિંહજી મહીડા સાથે તેમનાં નિકટના સંબંધ બંધાવાને કારણે જ તેઓ વર્ષ 1980માં રાજપીપલા(નાંદોદ) બેઠક પરથી તેમને કોંગ્રેસ તરફથી ટીકીટ મળી હતી. ત્યાર બાદ તેમને જીત મેળવી વિધાનસભામાં પ્રથમવાર પગ મુકયો હતો. ત્યારબાદતે સમયનાં પ્રધાનમંત્રીનાં નિકટનાં મનાતા અહેમદ પટેલનાં સંપર્કમાં આવ્યા અને 1985માં ફરી એક્વાર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લાડયા અને જીત્યા। આમ 2002માં 6ઠ્ઠી વાર વિધાનસભા માટે ટીકીટ ફાળવી પરંતુ ગોધરાકાંડની ઇફેકટ વચ્ચે તેઓ એક સમયનાં પોતાના જ વિદ્યાર્થી હર્ષદ વસાવા સામે હાર થઇ હતી.2002થી તેમના વનવાસની શરૂઆત થઈ ગઈ હતી. જે વનવાસ 2017માં પૂર્ણ થયો હતો. 2017માં કોંગ્રેસે એકવાર તેમની પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી હતી. 15 વર્ષ બાદ તેમણે પુનઃ ચૂંટણીમાં ઝંપલાવતા તેમને આટલા વર્ષોમાં જનતા સાથે રાખેલા સારા સંબંધોને કારણે જનતાએ ખોબો ભરી ભરીને મતો આપ્યાં હતા. 15 વર્ષના ભાજપા શાસનને પરાસ્ત કરી પ્રેમસિંહ વસાવા ફરી આજે કોંગ્રેસનો ઉદય કર્યો છે.

એક રામ કથા મુજબ વનવાસ પૂર્ણ થયા બાદ જેમ રામ ને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોતાના આયોધ્યામાં પ્રજામાં કાર્યો કર્યા હતા. એવીજ રીતે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભામાં 15 વર્ષનો વનવાસ પૂર્ણ કરી પ્રેમસિંહ વસાવાએ જીત મેળવી ત્યારે આવનારા સમયમાં પ્રજાલક્ષી કામગીરી કરવામાં કેટલા સફળ રહેશે આવનાર સમય જ બતાવશે.
First published: