સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો હોય પ્લાન તો જાણી લો હવે દર સોમવારે રહેશે બંધ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફાઇલ તસવીર

  • Share this:
    આપણે ગુજરાતીઓ ફરવામાં આગળ છે તે વાત તો બધાને ખબર જ છે. પરંતુ ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવ્યું છે. જ્યાં ગઇકાલે એક જ દિવસમાં 20 હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જે પછી ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જણાવ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં 5000 લોકો જઇ શકે છે. એટલે મુલાકાતીઓને વિનંતી છે કે અહીં હવેથી દિવસમાં પાંચ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રતિમા સવારે 9થી સાંજના 5 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. સરકારે તે પણ કહ્યું છે કે હવેના સોમવારથી એટલે કે 12મી તારીખથી દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેશે.

    પ્રવાસીઓનો ધસારો

    એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે કે બસની સુવિધા પણ ઓછી પડી રહી છે. એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓ માટે લેસર શો પણ શરૂ કરાશે. જેમાં સરદાર પટેલના જીવન ચરિત્ર પર ફિલ્મ બતાવવામાં આવશે.

    આ પણ વાંચો : દિવાળી વેકેશનમાં 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના ટેન્ટ સિટીમાં જવું છે? તો જાણી લો ભાડું

    દિવાળીની રજામાં સોમવારે પણ રહેશે ચાલુ

    દિવાળીની રજાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીનો તહેવાર હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ નહીં રહે. આ પહેલા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર સોમવારે લોકો માટે બંધ રહેશે. રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા હોવાથી કલેક્ટરે દિવાળી પૂરતો આ નિયમનો અમલ મુલતવી રાખ્યો છે.

    આ પણ વાંચો : અમારા કરદાતાઓના દાનની રકમ ભારતે પ્રતિમા બનાવવામાં વાપરીઃ UK મીડિયા

    ત્યાં પહોંચવું પડશે મોંઘુ

    ગુજરાતની જનતા માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જવુ મોંઘુ પડી શકે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જોડતો ડભોઇથી દેવલીયા, ગરુડેશ્વર, કેવડિયા અને બીજી બાજુ ભરૂચથી રાજપીપલા અને કેવડિયા આમ બે ફોરલેન બની રહ્યા છે આખરી ઓપ બાકી છે, ત્યારે હાલ ભાદરવા ગામ પાસે એક ટોલટેક્સ નાકુ બનાવવામાં આવશે હાલ બોર્ડ લગાવી દેવાયું છે. અને જે દિવાળી બાદ આ ટોલટેક્સ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.જો કે, હાલ તંત્ર કઇ કહેવા તૈયાર નથી પરંતુ રોડ પર ટોલ પ્લાઝાના સાઈન બોર્ડ સૂચવે છે કે, આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે લોકોએ ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
    Published by:Kaushal Pancholi
    First published: