નર્મદા : મનરેગામાં ઇ-ટેન્ડરિંગ પદ્ઘતિ રદ નહીં થાય તો ગ્રામ પંચાયતો-સરપંચ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકી

નર્મદા : મનરેગામાં ઇ-ટેન્ડરિંગ પદ્ઘતિ રદ નહીં થાય તો ગ્રામ પંચાયતો-સરપંચ દ્વારા ઉગ્ર વિરોધની ચીમકી

 • Share this:
  દિપક પટેલ નર્મદા : ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરિંગ ઓનલાઈન પદ્ધતિ મુદ્દે નર્મદા જિલ્લામાં ખુબ વિરોધ થઈ રહ્યો છે. અગાઉ નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ નિરંજન વસાવાએ જિલ્લાના સરપંચો સાથે આ મુદ્દે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને આવેદનપત્ર આપી, ઈ-ટેન્ડરિંગ રદ કરવા રજૂઆતો કરી હતી. તો હવે નાંદોદ કૉંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સીધી જ સીએમ રૂપાણીને આ મામલે ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.

  ધારાસભ્ય પી.ડી.વસાવાએ CM રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં મનરેગાના કામો નર્મદા જીલ્લા પંચાયત દ્વારા માલ સામાન સપ્લાયની કામગીરી ઈ-ટેન્ડરીંગ પધ્ધતિ ચાલુ કરી છે. જેનો નર્મદા જીલ્લાના સરપંચો વિરોધ કરી રહ્યા છે. કારણ કે પાછલા વર્ષોમાં તાલુકા કક્ષાથી મટિરીયલ ખરીદી થતી હતી હવે જીલ્લા કક્ષાએ મટીરિયલ ખરીદી થાય છે. રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ગુજરાત પેટન યોજના આયોજન મંડળના કામો, ધારાસભ્યની ગ્રાન્ટો, સાંસદ સભ્યની ગ્રાન્ટ, નાણાપંચ ગ્રાન્ટના કામો, એટીવીટીના કામો, ગ્રામ પંચાયતના નેજા હેઠળ તેમજ સરપંચોની દેખરેખમાં પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેજ રીતે મનરેગાના કામો પણ પાંચ લાખ સુધીના કામો ગ્રામ પંચાયતને મળવા જોઈએ એવી સંરપંચોની માંગણી છે. તેથી ઈ-ટેન્ડરની પ્રથા બંધ થવી જોઈએ અને સરપંચોને થતો અન્યાય અટકવો જોઈએ.  આ પણ વાંચો - હોમ ક્વૉરન્ટાઇનમાં 'બાપુ'ની તબિયત લથડતા હૉસ્પિટલમાં કરાયા દાખલ, PM મોદીએ પૂછ્યા ખબર અંતર

  અગાઉ નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અને સરપંચ સંઘ પ્રમુખ નિરંજન વસાવાએ પણ આ મુદ્દે નર્મદા જિલ્લા વહીવટી તંત્રને ચીમકી આપી હતી કે, ઇ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથધરી જીલ્લા બહારની એજન્સીઓ તેમજ જીલ્લા પંચાયત દ્વારા સરકારના પરિપત્રનો ભંગ કરી આ ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે. જો એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં નર્મદા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતો તેમજ સરપંચો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. નર્મદા જીલ્લાની કોઇપણ ગ્રામ પંચાયતમાં મનરેગા હેઠળનું કામ કરવા દેવામાં આવશે નહી.

  આ પણ જુઓ - 

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ઈ-ટેન્ડરિંગ પદ્ધતિનો ભાજપ-કોંગ્રેસ બન્નેવે વિરોધ દર્શાવ્યો છે. ત્યારે બન્નેવ પક્ષોની રજૂઆતો મામલે ઈ-ટેન્ડરિંગ પદ્ધતિ રદ થાય છે કે કેમ એ હવે જોવું રહ્યું. જો રદ ન થાય તો ભાજપના અને સરપંચ સંઘના હોદ્દેદાર ચીમકી મુજબ પોતે કાર્યવાહી કરે છે કે કેમ એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.
  First published:June 28, 2020, 14:14 pm