સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેનાં સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેનાં સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત
જિરાફને અહીંનું વાતાવરણ અનૂકુળ આવતું નથી.

આ પહેલા પણ અહીં બે જિરાફના મોત નીપજ્યા હતા.

 • Share this:
  નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં (Safari Park) વધુ એક જિરાફનું (Giraffe) મોત થયું છે. આ પહેલા પણ અહીં બે જિરાફના મોત નીપજ્યા હતા. નોંધનીય છે કે, જિરાફને અહીંનું વાતાવરણ (Environment) અનૂકુળ આવતું નથી.

  સરદાર સરોવર ઝૂઓલોઝી પાર્ક જંગલ સફારીમાં 1500થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવ્યાં હતા. અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશનાં પ્રાણીઓને વાતાવરણ અનૂકુળ ન આવતા બે મહિના પહેલા ઝીબ્રાનું મોત થયું હતું. જ્યારે હાલ એક વધુ જિરાફનું મોત થયું છે. જેને તંત્ર દ્વારા હાલ મૃત જિરાફને અગ્નિ દાહ આપવામાં આવ્યો છે. આ છતાંપણ તંત્ર હાલમાં 'સબ સલામત હે'નાં દાવા કરી રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં જંગલ સફારીમાં ત્રણ જિરાફ, 3 એમ્પાલા, એક ઝિબ્રા અને વિદેશી પક્ષીઓના પણ મોત થયા છે. આ બધામાં તંત્ર વાતાવરણની અસર કારણભૂત દર્શાવી રહ્યાં છે.  આ પણ વાંચો : Gujarat Tourism : રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, પરંતુ બહારની સરખામણીમાં ગુજરાતના વધારે વધ્યા!

  કેવડિયા ખાતે 375 એક્ટરમાં બની રહેલા જંગલ સફારી 6 ઝોનમાં બનાવવામાં આવી રહી છે. આ પાર્ક માટે દેશ વિદેશથી લગભગ 1800 જેટલા પશુ-પક્ષીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને આફ્રિકન જીરાફ, એમ્પાલા, ઓસ્ટ્રેલિયાથી આલ્ફા લામા, કાંગારૂ સહિત વિદેશી પશું-પક્ષીઓ લાવવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો : 1 માર્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો પરિવાર ગુમ, શોધખોળ શરૂ

  જેમના ખોરાકથી લઈ મિનરલ પાણી સુધીની ખાસ કાળજી રાખવામાં આવતી હતી. આ તમામ પશુઓ અને પક્ષીઓ વેટરનરી ઓફિસરોની ટીમ અને ટ્રેનરની દેખરેખમાં રહેતા હતા. આમ છતાં વાતાવરણની ઇફેક્ટને કારણે સાત પ્રાણીઓનાં મૃત્યુ નીપજ્યાં છે.

  આ પણ વાંચો : 
  First published:March 14, 2020, 10:03 am

  ટૉપ ન્યૂઝ