સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લું મૂક્યાને એક મહિનો, રૂ. 6 કરોડની આવક થઈ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

એક અંદાજ પ્રમાણે દરરોજ સરેરાશ 10 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે.

 • Share this:
  કેવિડિયાઃ 31મી ઓક્ટોબર, 2018ના રોજ એટલે કે સરદાર પટેલની જન્મજયંતિના દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાને ખુલ્લી મૂકી હતી. આજે તેને એક મહિનો પૂરો થયો છે. અંદાજ પ્રમાણે એક મહિનામાં 2.65 લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરી છે. આ પ્રવાસીઓ પાસેથી ટિકિટના સ્વરૂપે સરદાર પટેલ સાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને રૂ. 5.91 કરોડની આવક થઈ છે.

  એક અંદાજ પ્રમાણે દરરોજ સરેરાશ 10 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યોગ્ય આયોજનના અભાવને કારણે વધારે પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો લાભ નથી લઈ શકતા. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો વધારે સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનો લાભ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મહિનામાં ત્રણથી ચાર વખતે પ્રવાસીએ સુવિધાનો અભાવ કે અન્ય કોઈ કારણને લીધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોબાળો કરી ચુક્યા છે.

  આ પણ વાંચોઃ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના ટેન્ટ સિટીમાં જવું છે? તો જાણી લો ભાડું

  પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં પણ મહિના દરમિયાન પાંચ હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક મહિનો પૂરો થવા પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એક સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી પહોંચ્યા છે.

  વીડિયો જુઓઃ ટેન્ટ સીટીમાં છે આવી સુવિધા

  20મી ડિસેમ્બરો મોદી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવશે

  પ્રધાનમંત્રી 20 ડિસેમ્બરથી શરૂ થનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવી ફરી ગુજરાત આવશે. આ માટે ટેન્ટ સીટી ખાતે ખાસ દરબારી ટેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આગમી મહિને 20, 21 અને 22 ડીસેમ્બરનાં રોજ ટેન્ટ સીટી નર્મદા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા ડીજી કોનફરન્સ યોજાનાર છે. આ ડીજી કોન્ફરન્સમાં દેશની આંતરિક સુવિધા તેમજ પોલીસ સેવામાં ઉભા થતા પડકારોની સમીક્ષા કરવામાં આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: