સ્ટેચ્યૂ ઓફ યુનિટિ : એક વ્યક્તિ 6થી વધારે ઓનલાઇન ટિકિટ બૂક નહીં કરી શકે

સ્ટેચ્યૂ ઓફ યુનિટિ : એક વ્યક્તિ 6થી વધારે ઓનલાઇન ટિકિટ બૂક નહીં કરી શકે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસવીર

પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા  સ્ટ્ચ્યૂ ઓફ યુનિટિ (Statue of Unity) જોવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. જેના માટે મોટાભાગનાં પ્રવાસીઓ ઓનલાઇન ટિકિટ બુકિંગ (Online ticket booking) કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હતી. આ માટે વ્યૂઇંગ ગેલેરી જોવાની ટિકિટનું એડવાન્સ બુકિંગ થઇ જતું હતું. ટુર ઓપરેટરોથી લઈ ટિકિટ બ્લેક કરનાર એટલે 25 કે 30 બુકીંગ ટિકિટ કરાવી લેતા હતા જેના કારણે વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ મળતી ન હતી. પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી એક વ્યક્તિ ટિકિટ બુકિંગ માટે એક સાથે છ જ ટિકિટ બુક કરાવી શકે છે.

  ઓનલાઇન ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે હવે એવું આયોજન કર્યું છે.  આ પણ વાંચો : અમદાવાદ : નકલી CBI અધિકારી ઝડપાયો, પોલીસમાં નોકરી અપવાના નામે લાખોની ઠગાઈની ફરિયાદ

  આ અંગે એમ.આર.કોઠારીનએ (CEO સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા કલેક્ટર નર્મદા ) જણાવ્યું હતું કે, હવે હોટલ ટેન્ટસિટીમાં રૂમ બુક કરાવતા પ્રવાસીઓ જાતે મન ગમતા સ્લોટમાં ટિકિટ બુક કરાવી તે તેમના હિતમાં છે. કારણ કે હવે હોટલ કે ટેન્ટ સિટી સંચાલન કરાવનાર પણ એક સાથે 6થી વધુ ટિકિટો બુક કરાવી શકશે નહીં. આ ઉપરાંત આગામી દિવસોમાં રેલવે જેવી ઓન લાઇન ટિકિટ જેવું સીસ્ટમ પણ કરી દેવાશે જેથી કોઈ નકલી ટુર ઓપરેટરો પ્રવાસીઓને છેતરી ન શકે. અહિયાં આવતા મોટાભાગના દરેક પ્રવાસી વ્યુઈંગ ગેલેરી જોઈ શકે.

  આ વીડિયો પણ જુઓ : 
  Published by:Kaushal Pancholi
  First published:January 08, 2020, 14:19 pm

  ટૉપ ન્યૂઝ