દીપક પટેલ, નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લૉકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા તાર, ફેન્સિંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો. આટલો વિરોધ હોવા છતાં પણ તંત્ર દ્વારા ફેન્સિંગ કામગીરી બંધ ન કરાતા. છેલ્લા ઘણા દિવસોથી તાર-ફેન્સિંગ કામગીરીનો 6 ગામના આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હોવા છતાં તંત્રના કોઈપણ અધિકારીઓ આ વિરોધ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતાં. ત્યારબાદ એનસીપીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા મુલાકાતે આવ્યા હતા. તેઓને પણ 6 ગામ લોકો સુધી જવા નથી દેવામાં આવ્યા પણ 6 ગામના આગેવાનોને વસંતપુરા ખાતે શંકરસિંહ બાપુને મળવા માટે આવા દેવામાં આવ્યા હતા. શંકરસિંહ સાથેની મુલાકાતમાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે, અમારે સરકારનું પેકેજ નથી જોઈતું અમને અમારી જગ્યા પર જ રહેવા દો.
પ્રજાએ વધુ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકાર અમારી જમીનમાં તાર ફેન્સિંગની કામગીરી કરી રહી છે તે બંધ થવી જોઈએ. અમારી જમીન અમને પાછી આપે. ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂડમાં છે. સરકાર સાથે લડી લઈશુ અમે મરી જઈશું પણ પોતાની જમીન છોડવાના નથી.
વધતા વિરોધને લીધે હવે તંત્રએ પણ પોતાનો પક્ષ મુક્યો છે અને નિગમના વહીવટદાર દ્વારા મીડિયા સાથે વાત કરતા જણવ્યું હતું કે, કેવડિયાયામાં જે તાર ફેન્સીંગનું કામ ચાલે છે તે સરદાર સરોવર નિગમની જમીન છે. કોઈને અમે ઘરની બહાર કાઢ્યા નથી. સરકારે તો આ લોકોને પેકેજ આપ્યું છે, જેમાં 1 હજાર ચોરસ ફિટનો પ્લોટ આપવાની વાત કરી છે. હેક્ટર દીઠ 7 લાખ 50 હજારનું રોકડ વળતર આપ્યું છે અને મકાન સહાય સરકાર તરફથી 1.50 લાખ અને એસ એસ એન એલ તરફથી 2.50 લાખ એમ 4 લાખ સહાય આપી છે.
આ પણ વાંચો - 'બાપુ' ફરી રાજકીય કોરાણે મૂકાયા! બીજેપી, કૉંગ્રેસ બાદ હવે NCPમાં કડવો અનુભવ
આ મુલાકતમાં બાપુએ જણાવ્યું કે, સરકારે આદિવાસીઓની જમીન હડપવા માટે લૉકડાઉનનો દૂરઉપયોદ કર્યો. આ સમાજ ક્યારેય જૂઠ્ઠું ન બોલે તેથી હું તમારી પડખે ઉભો રહેવા આવ્યો છું. કેવડીયામાં થઈ રહેલો અત્યાચાર જોઈને સરદાર સાહેબ પણ દુ:ખી થતા હશે.
આ પણ જુઓ -