કેવડિયા સર્કિટ હાઉસ ખાતે PSIએ કપાળે ગોળી મારી આત્મહત્યા કરી

News18 Gujarati
Updated: September 17, 2019, 1:13 PM IST
કેવડિયા સર્કિટ હાઉસ ખાતે PSIએ કપાળે ગોળી મારી આત્મહત્યા કરી
પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી. ફિણવીયા (ફાઇલ તસવીર)

'મારે ફોટા પાડવા છે' તેવું કહી સર્વિસ પિસ્તોલ માંગી અને આત્મહત્યા કરી દીધી

  • Share this:
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ પોતાના જન્મદિવસે કેવડિયા ખાતે નર્મદા નીરનાં વધામણાં કર્યા. આ દરમિયાન કેવડિયા સર્કિટ હાઉસ (Kevadiya Circuit House) ખાતે બંદોબસ્તમાં તહેનાત નવસારી (Navsari)ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (Police Sub Inspector)એ આત્મહત્યા (Suicide) કરવાનો ચોંકાવનારા મામલો સામે આવ્યા છે. PSI એન.સી. ફિણવીયાએ સર્વિસ પિસ્તોલ (Service Pistol) થી કપાળમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

પોલીસ સબ ઇન્સપેક્ટર એન.સી. ફિણવીયા જેઓ મૂળે નવસારી જિલ્લામાં નોકરી કરતા હતા તેઓ હાલમાં કેવડિયા સર્કિટ હાઉસ ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે તેમણે અન્‍ય પીએસઆઈ એમ. બી. કોંકણી જેઓ સર્કિટ હાઉસના મુખ્ય ગેટ પર બજાવી રહ્યા હતા તેમની પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ પિસ્તોલ માંગી હતી. ત્યારબાદ અગમ્ય કારણસર પીએસઆઈ ફિણવીયાએ કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

'મારે ફોટા પાડવા છે' તેવું કહી સર્વિસ પિસ્તલ માંગી અને આત્મહત્યા કરી

પીએસઆઈ ફિણવીયાને બે વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ તણાવમાં રહેતા હતા. (ફાઇલ તસવીર)


નોંધનીય છે કે, પીએસઆઈ ફિણવીયાએ જે પીએસઆઈ કોંકણી પાસેથી સર્વિસ પિસ્તોલ લીધી હતી તેઓ પણ મૂળ તો નવસારીમાં નોકરી કરી રહ્યા છે. આજે સરદાર સરોવર ડેમ ખાતે નર્મદાના નીરનાં વધામણાંનો વિશેષ કાર્યક્રમ હોઈ તેમને ખાસ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે તહેનાત કરવામાં આવ્યા હતા. જે સમયે પીએસઆઈ ફિણવીયાએ 'મારે ફોટા પાડવા છે' તેવું કહી આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચો, સુરત : મહિલાને પ્રસાદના લાડુમાં ઘેનયુક્ત પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યુંપીએસઆઈ ફિણવીયાની આત્મહત્યાની જાણ થતાં જ નર્મદા પોલીસ અધિક્ષક તેમજ અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, પીએસઆઈ ફિણવીયા બે વાર સસ્પેન્ડ કરવામાં આવી ચૂક્યા છે. નવસારી ટાઉન અને એલઆઈબીમાંથી તેમને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેઓ તણાવમાં રહેતા હોવાની વિગતો બહાર આવી છે.

આ પણ વાંચો, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાદ દંડથી બચવા યુવતીએ આત્મહત્યાની ધમકી આપી
First published: September 17, 2019, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading