Home /News /south-gujarat /મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વધારી શકે છે ગુજરાતની મુશ્કેલી: નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો, ભરૂચ નજીક નદી ભયજનક સપાટીથી ચાર ફૂટ દૂર

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વધારી શકે છે ગુજરાતની મુશ્કેલી: નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો, ભરૂચ નજીક નદી ભયજનક સપાટીથી ચાર ફૂટ દૂર

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી

Narmada River Water Level: સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવક સામે વધારે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદ રહેશે તો ડેમમાંથી પાણી છોડવાનું શરૂ રાખવામાં આવી શકે છે.

ભરૂચ: ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ ચાલી રહ્યો છે. બીજી તરફ સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)માં ઉપરવાસથી સતત પાણીની આવકને પગલે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ડેમના નીચાણવાળા વિસ્તારો એટલે કે નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે. ભરૂચ નજીક ગોલ્ડ બ્રિજ (Bharuch Golden Bridge) પાસે નર્મદા નદી (Narmada River) મંગળવારે સવારે નવ વાગ્યે 20 ફૂટની સપાટીએ વહી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. બીજી તરફ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

નર્મદા નદીનું સ્તર ખતરાના નિશાન પર


બીજી તરફ મધ્ય પ્રદેશમાં નર્મદા નદીનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને પગલે આવું થયું છે. મધ્ય પ્રદેશ ગૃહ વિભાગે હોશંગાબાદ, હરદા, નરસિંઘપુર, દેવાસ, રાયસેન, સિહોર, બડવાની જિલ્લાને એલર્ટ રહેવાનું કહ્યું છે. નર્મદાના આસપાસના ગામોને ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ઓમકારેશ્વર ડેમના ગેટ ખોલાયા


ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલવાથી ખરગોન જિલ્લાના મહેશ્વર અને બડવાહમાં નર્મદાનું જળ સ્તર વધ્યું છે. વરસાદને કારણે નદીનું સ્તર વધારે વધી શકે છે. બીજી તરફ મધ્ય પ્રદેશ તંત્ર તરફતી મહેશ્વર અને બડવાહમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી નજીક જવા પર અને સ્નાન કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.


સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો


સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. ડેમની સપાટી હાલ 134.93 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક 3,33,056 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. 16મી ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે ડેમના 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. આ રીતે નદીમાં પાણીની કુલ જાવક 3,95,000 ક્યુસેક રહેશે.

ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાયું


નદીમાં પાણી છોડવાને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. મંગળવારે સવારે આઠ કલાકે ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ 3.50 મીટર ખોલી 4,08,800 ક્યુસેક પાણી છોડાતા 32 કલાક પછી નર્મદા બંધમાં પાણીની મોટી આવક થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લામાં સતત વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે.

પાણીની આવક વધશે તો વધુ પાણી છોડાઈ શકે!


સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવક સામે વધારે પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદ રહેશે તો ડેમમાંથી પાણી છોડવાનું શરૂ રાખવામાં આવી શકે છે. જેના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિત ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો: નવસારીની ત્રણેય નદીના જળ સ્તરમાં વધારો

24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ


રાજ્યમાં (Gujarat Monsoon) છેલ્લા થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ (rainfall forecast) વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે હજી બે દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે. આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
" isDesktop="true" id="1239328" >

રાજ્યમાં બે દિવસ ભારે


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
First published:

Tags: Narmada, Narmada river, Sardar Sarovar, ગુજરાત, ચોમાસુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો