નર્મદા: સિવિલ હોસ્પિટલની જર્જરીત છત ધરાશાઇ, મોટી જાનહાની ટળી

આ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે.

આ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે.

 • Share this:
  દીપક પટેલ, નર્મદા: નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જિકલ વોર્ડમાં POPની છત નીચે પડતા 15 દર્દીઓના જીવ બચી ગયા છે. આ ઘટનામાં એક મહિલાની સમય સુચકતાને કારણે તમામ દર્દીઓના જીવ બચી ગયા, અને તરત જ તમામ દર્દીઓ વોર્ડની બહાર નીકળી ગયા. જેથી મોટી જાનહાની ટળી છે.

  નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓની સંજીવની ગણાતી જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલમાં પીઓપીની છત ધરાશાઇ થઇ હતી એ સમયે એક મહિલાની સતર્કતાને કારણે લગભગ 15 દર્દીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ ઘટનાની જાણ થતાં જ સાંસદ મનસુખ વસાવા દર્દીઓની ખબર પૂછવા આવ્યાં અને તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.  આજે આ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વાળો આવ્યો છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ જર્જરીત હાલત અંગે અનેક વાર રજુઆત પણ કરવામાં આવી હતી પણ કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી, આ મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ પણ ઉઠાવ્યો હતો.  રાજપીપળા સિવિલ હોસ્પિટલ 100 વર્ષ જૂની અને 80 બેડની છે. જ્યારે વસ્તી વધતા નવા બિલ્ડીંગની માંગ કરી ત્યારે હાલ સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગનું કામ અધૂરું છે અને ગામથી 6 કિમી દૂર આયુર્વેદિકક કોલેજમાં સિવિલ હોસ્પિટલ શિફ્ટ થાય એવી પણ માંગ કરવામાં આવી છે. હાલ એક બેડ પર બે દર્દી સુવડાવવા પડે એવી હાલત થઇ ગઇ છે જેમાં પણ બેડ ઉપર જર્જરિત છત ક્યારે પણ ભોગ લઈ શકે છે. નર્મદા જિલ્લાના દર્દીઓની હાલત કોણ સુધારસે એ પણ એક પ્રશ્ન છે.
  Published by:Bhoomi Koyani
  First published: