હોળી, ધૂળેટીનાં રજામાં ક્યાંક ફરવા જવું છે? સ્ટેચ્યૂ ઓફ યુનિટિ આ સોમવારે ખુલ્લું રહેશે

News18 Gujarati
Updated: March 2, 2020, 1:21 PM IST
હોળી, ધૂળેટીનાં રજામાં ક્યાંક ફરવા જવું છે? સ્ટેચ્યૂ ઓફ યુનિટિ આ સોમવારે ખુલ્લું રહેશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી

દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહે છે.

  • Share this:
નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશ અને દુનિયાનાં પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની ગયું છે. ત્યારે તંત્રએ આ સોમવારે એટલે હોળીનાં દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ દિવસે ટિકિટનું ઓનલાઇન બુકિંગ પણ ચાલુ જ રાખવામાં આવે છે. મહત્વનું છે કે, દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહે છે.

આગામી 9/03/2020, સોમવારનાં રોજ હોળી પર્વે પ્રવાસીઓની લાગણીને ધ્યાને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં તંત્ર દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નથી આવતો. આ વખતે હોળી પર્વે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની આથી જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસીઓ soutickets.in અને એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન - statue of unity tickets (official) પરથી પણ ટિકિટ બૂક કરાવી શકશે.

આ પણ વાંચો : આજે પણ હું કૉંગ્રેસી છું પરંતુ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો નથી : ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ક્રૂઝની સુવિધા શરૂ થશે

દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક વર્ષમાં 40 લાખ પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે.અત્યાર સુધી સ્ટેચ્યૂને જોવા માટે પ્રવાસીઓ બસમાં બેસી ગેટથી પગપાળા જતાં હતાં. હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે પણ સ્ટેચ્યૂનો નજારો જોઇ શકાતો હતો. સ્ટેચ્યૂને જળમાર્ગે જોવાનો લહાવો મળી શકશે. નર્મદા નદી કાંઠે ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જાજમ અને મશીનરી સિવાયની બધી જ સુવિધાઓ હાલ તૈયાર થઇ ગઇ છે. ક્રૂઝમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકશે. ગરુડેશ્વર વીયર ડેમ થી સ્ટેચ્યૂ સુધીનું 2 કિમિનું સરોવર ભરવામાં આવશે.જે સરોવર ને લગભગ 30 મીટર જેટલું ભરવામાં આવશે. હાલમાં નર્મદા નદીમાં લાલ ,પીળા લેવલ ગેજ લગાવેલા છે એટલું પાણી ભરાશે. 6 કિમીનાં અંતરમાં આ ક્રૂઝ ચાલશે. શ્રેષ્ઠ ભારત ભવન પાસે બોટ પોઈન્ટ બનશે. ત્યાંથી સીધા 6 કિમીના રુટમાં એક કલાક બોટની પ્રવાસીઓ મઝા માણી શકશે.

આ વીડિયો પણ જુઓ : 
First published: March 2, 2020, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading