Home /News /south-gujarat /Narmada Dam: નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમની જળસ્તર સપાટી 136.70 મીટર નોંધાઈ

Narmada Dam: નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમની જળસ્તર સપાટી 136.70 મીટર નોંધાઈ

સરદાર સરોવર ડેમ

Kevadia News: નર્મદા નદીમાં ગેટ અને રિવરબેટ પાવર હાઉસમાંથી કુલ મળી 64 હજાર ક્યુશેક પાણી છોડાય રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણીની જાવક ઘટાડતા નદી કાંઠાના વિસ્તારોમાં પાણીના સ્તર નીચા ઉતર્યા છે.

કેવડિયા : ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી રહી છે. આજે ડેમની સપાટી 136.70 મીટર નોંધાઇ છે. સરદાર સરોવરમાં 81,509 ક્યુશેક પાણીની આવક થઇ રહી છે. નદીમાં પાણીની આવક ઘટતા, જાવક પણ ઘટી રહી છે જેના કારણે ડેમની આસપાસ આવેલા નિચાણવાળા વિસ્તારોમાં પાણીના સ્તર નીચે ઉતર્યા છે અને ત્યાં રહેતા લોકોની ચિંતમાં પણ ઘટાડો નોંધાયો છે.
નર્મદા ડેમની જળ સપાટી

આજે નર્મદા ડેમની જળ સપાટી 136.70 મીટર નોંધાઇ છે. ડેમના હાલ 10 ગેટ 0.3 મીટર ખોલી ફક્ત 20 હજાર ક્યુશેક પાણી છોડાય રહ્યું છે. CHPH અને RBPH પાવર હાઉસના તમામ ટર્બાઇનો હાલ ચાલુ RBPH પાવર હાઉસમાંથી 44 હજાર ક્યુશેક પાણીની જાવક થઇ રહી છે. CHPH પાવર હાઉસમાંથી 18 હજાર ક્યુશેક પાણીની જાવક ન થઇ રહી છે. નર્મદા ડેમમાં 5138.00 મિલિયન ક્યુબીક મીટર ( MCM ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે. નર્મદા નદીમાં ગેટ અને રિવરબેટ પાવર હાઉસમાંથી કુલ મળી 64 હજાર ક્યુશેક પાણી છોડાય રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણીની જાવક ઘટાડતા નદી કાંઠાના વિસ્તારોમાં પાણીના સ્તર નીચા ઉતર્યા છે.
બ્રાહ્મણી 2 ડેમ સો ટકા ભરાયો

મોરબીના હળવદનો બ્રાહ્મણી 2 ડેમ (શક્તિસાગર) 100% ભરાયો છે. નર્મદાના નીરથી ડેમ ભરવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો છે. ડેમમા હજુ નર્મદાના પાણીની આવક ચાલુ છે.
ડેમથી નિચાણવાળા નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુસવાવ, ટિકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ,સહિતના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. બ્રાહ્મણી નદીના તટ પર ફરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અરવલ્લી: એકાએક મકાન થયું ધરાશાયી, વાયરલ થઇ રહ્યો છે Live Video
અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. ચોમાસાની વિદાય વાયવ્ય ખૂણામાં છે. ઓક્ટોબર આવતા આવતા દેશના ઉત્તરના રાજ્યમાં ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ તિથિને કારણે ગરમીના કારણે ક્યાંક ક્યાંક વરસાદ થશે. તારીખ 31મી તારીખ સુધી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે. સ્પટેમ્બરમાં પણ હળવા ચક્રવાત થવાની સંભાવના છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં અને 8થી 11 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા છે. આ સમયમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. 13મી સપ્ટેમ્બર બાદ પણ વરસાદ થવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વરસાદને કારણે સરોવરના જળ, પાણી શુદ્ધ થશે. પ્રકૃતિ સુંદર થશે. 13 તારીખ પછી પણ વરસાદ થવાની શક્યતા છે. 28 તારીખ સુધીમાં કોઇક કોઇક ભાગમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં સ્થિતિ મારફાડ રહેશે. વાવાઝોડાની પણ શક્યતાઓ રહેશે. ધીરે ધીરે વરસાદની વિદાય વખતે છુટોછવાયો વરસાદ થશે.
First published:

Tags: Narmada dam, ગુજરાત, નર્મદા