Home /News /south-gujarat /ભ્રષ્ટાચારનો ખાડો! રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટનું ગાબડું પડ્યું, 10 ગામનો સંપર્ક કપાયો

ભ્રષ્ટાચારનો ખાડો! રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર 20 ફૂટનું ગાબડું પડ્યું, 10 ગામનો સંપર્ક કપાયો

બ્રિજની વચ્ચે 20 ફુટનું ગાબડું પડી ગયું છે.

Gujarat monsoon update: આ કરોડોના કામમાં ભ્રષ્ટાચાર દેખાયો છે. આ બે કરોડના બ્રિજ પર 20 કરોડનું ગાબડું પડ્યું છે. જેના કારણે 10 ગામના લોકોનો સંપર્ક કપાયો છે.

    નર્મદા : આ વખતે ગુજરાતમાં ચોમાસામાં સારો વરસાદ રહ્યો છે. ત્યારે અનેક રોડ રસ્તાઓમાં મોટા મોટા ખાડા અને ગાબડાં પડ્યાના દ્રશ્યો આપણે જોયા છે. પરંતુ રાજપીપળાથી રામગઢને જોડતો પુલ બે વર્ષ પહેલા જ બે કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ કરોડોના કામમાં ભ્રષ્ટાચાર દેખાયો છે. આ બે કરોડના બ્રિજ પર 20 કરોડનું ગાબડું પડ્યું છે. જેના કારણે 10 ગામના લોકોનો સંપર્ક કપાયો છે. આ પુલ પર કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીથી નદીના સ્તર વધતા પુલનું ધોવાણ થયું છે. જેથી લોકોને ગાબડામાંથી જવા મજબૂર બન્યા છે.

    રાજપીપળા અને રામગઢ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચથી બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પણ માત્ર બે વર્ષમાં જ બ્રિજ ખખડધજ બની ગયો છે. થોડા દિવસો પહેલાં કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કરજણ નદીનો પ્રવાહ વધી ગયો હતો. જેના કારણે બ્રિજના પિલરને નુકશાન થયું હતું. જે બાદ બ્રિજની વચ્ચે 20 ફુટનું ગાબડું પડી ગયું છે. આ ગાબડાને કારણે શાળાએ જતા બાળકોથી નોકરી ધંધા પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના બાળકોથી લઇને મોટા લોકો આ ગાબડામાં દોરડું બાંધીને તેમાંથી પસાર થાય છે.

    વરસાદના અન્ય સમાચાર


    સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

    સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને 136.01 મીટરે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ડેમની સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસથી 1,92,234 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલ 1,49,122 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 10 દરવાજા 1.5 મીટર ખુલ્લા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.


    અંબાલાલ પટેલની આગાહી

    રાજ્યમાં ચોમાસાની સીઝનનું સરેરાશ અત્યાર સુધીનો વરસાદ 97.70 ટકા નોંધાઈ છે. ઉત્તર ગુજરાતમાં 97.51ટકા વરસાદ નોંધાયો છે તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 88. 76 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા અને કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને ચક્રવાતને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે, સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે જેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે. જોકે ચક્રવાત આવે તે પહેલા પણ 22થી 24 ઓગસ્ટના વરસાદનું ફરી એક રાઉન્ડ શરૂ થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત, નર્મદા, હવામાન

    विज्ञापन
    विज्ञापन