Home /News /south-gujarat /Video: રાજપીપળામાં 'નકલી દર્દીઓ' અંગે સિવિલ સર્જને કર્યો ઘટસ્ફોટ, કરી મોટી વાત

Video: રાજપીપળામાં 'નકલી દર્દીઓ' અંગે સિવિલ સર્જને કર્યો ઘટસ્ફોટ, કરી મોટી વાત

આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે.

Narmada News: આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે અગલ જ વાત સામે આવી હતી. રાજપીપળાના સિવિલ સર્જન, જ્યોતિ ગુપ્તાએ વાયરલ વીડિયો અંગે જણાવતા ઘટસ્ફોટ કર્યો છે.

નર્મદા : જિલ્લાના રાજપીપળા (Rajpipla) ખાતે આવેલી 103 વર્ષ જૂની સિવિલ હોસ્પિટલને (Narmada Civil Hospital) સ્થળાતંર કરીને વડીયા પેલેસ ખાતે આવેલી આયુર્વેદિક કોલેજના (Ayurvedic college) નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી છે. આ જનરલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરવામાં આવી હોવાને કારણે આ હોસ્પિટલને 'મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલ' તરીખે પણ ઓળખવામાં આવે છે. અહીં મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેક્શ હાથ ધરવામાં આવ્યું હતુ. ત્યારે ચર્ચાઓ થઇ રહી હતી કે, હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ ન હોવાને કારણે નકલી દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

નર્સિંગના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. વાત એવી પણ સામે આવી હતી કે, નર્સિંગના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીને હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યા હતા. જોકે, અમારા સંવાદદાતાએ હોસ્પિટલમાં જઇને ગ્રાઉન્ડ રિપોર્ટીંગ કર્યું ત્યારે આ આખી વાત અગલ જ દેખાઇ. સિવિલ સર્જને આ અંગે ઘટસ્ફોટ કર્યો છે.

ઇન્સ્પેકશનમાં ડમી દર્દીઓની વાત

થોડા દિવસ પહેલા, ગાંધીનગરથી મેડિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા GMERS હોસ્પિટલ સનલગ્ન મેડિકલ કોલેજને મંજૂરી આપવા બાબતે હોસ્પિટલમાં ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતુ. આ ઇન્સ્પેક્શનમાં જોવું હતુ કે, હોસ્પિટલમાં પૂરતા દર્દીઓ આવી રહ્યા છે અને એડમિટ થાય છે એવું ચિત્ર બતાવવું હતુ. જેથી રાજપીપળા નજીક આવેલી સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ જીતનગરની 29 જેટલા વિદ્યાર્થીઓને દર્દી બનાવી હોસ્પિટલના 4 અલગ-અલગ વોર્ડમાં સુવડાવી દેવામાં આવ્યા હતાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. GMERS હોસ્પિટલમા ત્રીજા માળે 2F મહિલા સર્જીકલ વોર્ડમાં એક સરખી ઉંમરની 11 જેટલી યુવતીઓ હોસ્પિટલ ના બેડ ઉપર સુતેલી હતી. તેમના હાથ પર વેઇનફ્લો અને પટ્ટીઓ લગાવવામાં આવી હતી પરંતુ કોઇ નીડલ કે બોટલ દેખાતો ન હતો. આ જ આલમ 2F 85 નંબરના પુરુષ સર્જીકલ વોર્ડનો હતો. જ્યાં નર્સિંગ કરી રહ્યા વિદ્યાર્થીઓ હતા.

સાડા ત્રણ કરોડથી વધુનો ગાંજો સપ્લાય કરનાર દિલીપ ગોડ ઝડપાયો

સિવિલ સર્જને કર્યો ઘટસ્ફોટ

આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે અગલ જ વાત સામે આવી હતી. રાજપીપળાના સિવિલ સર્જન, જ્યોતિ ગુપ્તાએ વાયરલ વીડિયો અંગે જણાવતા કહ્યું કે, તમે જાણો છો કે, નર્મદા જિલ્લામાં આ એક મોટી હોસ્પિટલ છે. 100 વર્ષ જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. જેથી અમે આયુર્વેદિક હોસ્પિટલના કેમ્પસમાં સારવાર ચાલુ કરી છે. જો આપણે નર્સિંગ વિદ્યાર્થીઓની વાત કરીએ તો, અમે તેમને શિફ્ટિંગ માટે પણ બોલાવ્યા હતા અને બીજું કે, તેમને ભણવામાં પ્રેક્ટિલ પણ હોય છે. એટલે તેમને પ્રેક્ટિસ થાય તે માટે અહીં બોલાવ્યા હતા. અમારો સિનિયર સ્ટાફ આ વિદ્યાર્થીઓને કઇ રીતે સારવાર કરવી તે શીખવાડતો હતો. આ બનાવ પણ તે વખતનો જ છે કે, સ્ટાફ વિદ્યાર્થીઓને શીખવાડતું હતુ કે, કઇ રીતે વેનફ્લો નાંખવા માટે પટ્ટીઓ સેટ કરી શકાય.



કુલ પાંચ સ્થળે મેડિકલ કોલેજને મળી છે મંજૂરી

નોંધનીય છે કે, નેશનલ મેડિકલ કાઉન્સિલે (NMC) ગુજરાત રાજ્યમાં બે નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે. એક પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે અને બીજી પોરબંદરમાં એમ બે નવી મેડીકલ કોલેજ સ્થપાશે. બંને કોલેજોમાં MBBSના અભ્યાસ માટે 100-100 બેઠકો હશે. હાલ રાજ્યમાં ખાનગી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સરકારી કોલેજો મળીને કુલ 30 મેડિકલ કોલેજો કાર્યરત છે. જેમાં કુલ 5,500 MBBSની સીટ ઉપલબ્ધ છે. આ બે નવી કોલેજો સાથે રાજ્યમાં મેડિકલ સીટોની સંખ્યા વધીને 5,700 થશે. ગુજરાત સરકારે રાજ્યમાં કુલ પાંચ નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે અરજી કરી હતી. જેમાંથી બેને NMCની મંજૂરી આપવામાં આવી છે. અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી અને મોરબી ખાતે સ્થાપવાની રાજ્ય સરકારે અરજી NMCને મોકલી છે
First published:

Tags: Narmada, Viral videos, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો