દિપક પટેલ, નર્મદા : કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ થયા બાદ નર્મદા જિલ્લામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે વેપારીઓ પણ પ્રવાસીઓને આર્કષવા માટે નવાનવા તુકકાઓ અજમાવી રહ્યાં છે. નર્મદા જિલ્લાના કેવડિયા, પોઇચા, રાજપીપળા અને દેડીયાપાડામાં નોન આલ્કોહોલિક બિયરનું ધૂમ વેચાણ થઇ રહયું છે. ત્યારે અહીં અનેક યાત્રાધામાઓ પણ આવેલા છે. આ યાત્રાધામો પાસે જ અનેક બિયર શોપ શરૂ કરી દીધી છે. ત્યારે શ્રદ્ધાળુઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
પોઇચા પાસે આવેલ યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર પાસે જ આ બિયરનું ઘૂમ વેચાણ થતા ભક્તોની લાગણી પણ દુભાઈ રહી છે. ન્યુઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ નર્મદા પોલીસ એક્શનમાં આવી અને જિલ્લા પોલીસ વડાએ 3 ટીમ બનાવી હતી. જિલ્લામાં તમામ બિયર શોપ પર દરોડા પાડવામાં આવ્યાં છે. ત્યાં લગાવેલા તમામ બોર્ડ જેની પર 'બિયર શોપ' લખેલું હતું તેને પણ હટાવી દેવામાં આવ્યાં છે.
દુકાનદારોનાં તમામ લાઇસન્સ તપાસવામાં આવ્યા હતા જેમાં તેમની પાસે સોફ્ટ ડ્રિન્કનાં લાયસન્સ હતા. ત્યારે હાલ તો પોલીસે દુકાનદારોને સૂચના આપતા કહ્યું છે કે હવેથી આ બિયર શોપનાં બોર્ડ લગાવાશે નહીં. જો ફરી લગાવાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આપશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર