Home /News /south-gujarat /નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પંચમુખી ઝીલમાંથી 194 મગરને હટાવાયા, જાણો શું છે કારણ?

નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પંચમુખી ઝીલમાંથી 194 મગરને હટાવાયા, જાણો શું છે કારણ?

પ્રતિકાત્મક તસવીર

Statue of unity: કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાની પાસે પંચમુખી ઝીલ છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ ઝીલમાં મગરની સંખ્યા વધારે છે જે પ્રવાસીઓ માટે ખતરારૂપ બની શકે છે.

નર્મદાઃ ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેની એક ઝીલમાં નૌકા વિહાર કરનાર સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે વર્ષમાં ઝીલમાંથી 194 મગરોને કાઢીને અન્ય સ્થળ ઉપર મોકલાયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાની પાસે પંચમુખી ઝીલ છે જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ ઝીલમાં મગરની સંખ્યા વધારે છે જે પ્રવાસીઓ માટે ખતરારૂપ બની શકે છે.

કેવડિયા ક્ષેત્રના વન અધિકારી વિક્રમસિંહ ગભાનિયાના જણાવ્યા પ્રમાણે 2019-20 (ઓક્ટોબર-માર્ચ)માં અમે 143 મગરને અહીંથી બીજી જગ્યાએ પહોંચાડ્યા છે. 2020-21માં બીજા 51 મગરને ગાંધીનગર અને ગોધરાના બે બચાવ કેન્દ્રોમાં મોકલી આપ્યા છે.

તેમણે જણાવ્યું કે 2019-20માં બચાવવામાં આવેલા 73 મગરને સરદાર સરોવર જળાશયમાં છોડવામાં આવ્યા હતા. ઝીલમાંથી કાઢવામાં આવેલા મગરોને પંચમહાલ જિલ્લાના ગોધરા અને ગાંધીનગર સ્થિત કેન્દ્રોમાં મોકલાયા હતા.

આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

તેમણે જણાવ્યું કે મગરોને પકડવા માટે આશરે 60 જાળ બીછાવવામાં આવી હતી. ઝીલના જે ભાગમાં સીપ્લેનનું પરિચાલન થાય છે. તે સંપૂર્ણ પણે સુરક્ષિત કરવામાં આવ્યું છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે સીપ્લેનની સેવા શરુ છે.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

રાજ્ય પર્યટન વિભાગ અનુસાર 2019માં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પંચમુખી ઝીલમાં નૌકાયાનની શરૂઆત કરી હતી. સ્ટેટ્યૂ ઓફ યુનિટી પ્રાધિકરણના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ વિસ્તારમાં નૌકાયાન પર્યટકો વચ્ચે આકર્ષણનું મોટું કેન્દ્ર અને ખાસકરીને સપ્તહાંતમાં ભારે ભીડ રહે છે.
First published:

Tags: Crocodile, Narmada, Statue of unity, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો