નર્મદામાં 1500 ક્યુસેક પાણી છોડાતાં સાંસદ વસાવાએ કરી જાત તપાસ

મનસુખ વસાવાએ નર્મદા બંધના ગોડબોલે ગેટથી લઈ માંગરોળ રામપરા અને પોઇચા તટે જઈ પાણી છોડાયાની કરી ખરાઈ

મનસુખ વસાવાએ નર્મદા બંધના ગોડબોલે ગેટથી લઈ માંગરોળ રામપરા અને પોઇચા તટે જઈ પાણી છોડાયાની કરી ખરાઈ

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : સાંસદ મનસુખભાઇ વસાવાની રજૂઆત બાદ સરકાર દ્વારા નર્મદા નદીમાં 27 મેથી 1500 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું હતું. જે હાલ ચાલી રહ્યું છે. આ મામલે સાંસદ તરીકે સતત છઠ્ઠી ટર્મ માટે ચૂંટાયા બાદ સાંસદ એક્શનમાં આવ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેસી રજૂઆત કરી હતી. આ પાણી ત્રણ દિવસમાં ભરૂચ પહોંચે છે ત્યારે આ પાણી ભરૂચ પહોંચતા જેની ખરાઈ કરવા અને તેની ચકાસણી કરવા આજે સાંસદ નર્મદા કિનારાની મુલાકાત લીધી.

  સરદાર સરોવર નર્મદા બંધ બન્યા બાદ નર્મદા નદીના વહેણ માં ખાસો ફર્ક પડ્યો છે અને વહેણ ઓછા થઇ જતા નર્મદા માં સુકારો પણ લાગ્યો હતો ખાસ કરીને ભરૂચ સાંસદીય મત વિસ્તારમાં આવતા નર્મદ અને ભરૂચ જિલ્લના નર્મદા તટ સુકાઈ જતા ધાર્મિક લાગ્નિપણ દુભાઈ હતી અને માછીમારો તથા નાવિકોની રોજગારી પણ રઝળી પડી હતી ત્યારે છઠ્ઠી વખત સાંસદ તરીકે ચૂંટાયેલ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સૌથી પહેલું કામ નર્મદા ને જીવંત કરવાનું કરીશ એવું વચન પ્રજાને આપ્યું હતું.  છઠ્ઠી વખત ચૂંટાયા બાદ તેઓએ મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરી નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાની રજૂઆત કરી હતી તેના પગલે નિગમ દ્વારા ગત 27 તારીખથી રોજનું 1500 ક્યુસેક પાણી સરદાર સરોવરના ગોડબોલે ગેટ માંથી છોડવામાં આવી રહ્યું છે. તેને કારણે નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા તટે પાણી જોઈ શકાય છે ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ છે અને આજે સાંસદ ખુદ આ નર્મદા તટ ની મુલાકાત લઇ રહ્યા છે.

  સાંસદ મનસુખભાઇ વસાવાએ છઠ્ઠી વખત ચૂંટાયા તે દિવસે જ નિવેદન આપ્યું હતું કે મા નર્મદાને જીવંત કરીશ અને તેથી જ તેઓએ ગુજરાત સરકારને વિનંતી કરી નર્મદામાં પાણી છોડાવડાવ્યું અને આજે જાત મુલાકાતે પણ નીકળી તેઓએ તેમની મુલાકાત સરદાર સરોવર નર્મદા બંધના ગોડબોલે ગેટ કે જ્યાંથી પાણી છોડાય છે ત્યાંથી કરી અને ત્યાંથી માંગરોળ રામપરા અને પોઇચા તટે જઈ નર્મદાના વધેલા વહેણને નિહાળ્યું અને મીડિયા સાથે વાતચીતમાં આ અંગેની ખુશી પણ વ્યક્ત કરી. ખાસ ભરૂચ જિલ્લામાં નર્મદાનાં કારણે કાંઠા વિસ્તારમાં વિપરીત સ્થિતિ ઉભી થતા ખારાશ જે વધી છે તે બાબતે તપાસ કરી સમગ્ર રિપોર્ટ સી.એમ.ને આપશે.
  Published by:Mrunal Bhojak
  First published: