નર્મદાઃ લવાલ ગામના સરપંચે સરદારના ચરણોમાં આવેદનપત્ર મુકી કરી ન્યાયની માંગણી

News18 Gujarati
Updated: November 27, 2018, 4:24 PM IST
નર્મદાઃ લવાલ ગામના સરપંચે સરદારના ચરણોમાં આવેદનપત્ર મુકી કરી ન્યાયની માંગણી
ફાઇલ તસવીર

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્વારા કથિત અત્યાચારના મામલે યુવાન સરપંચે સરદાર સાહેબના ચરણોમાં આવેદન પત્ર મુકીને ન્યાયની માંગણી કરી હતી.

  • Share this:
દિપક પટેલ, નર્મદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ પ્રતિમા ગુજરાત સહિત દેશ દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તો બીજી તરફ સરદાર પટેલ આ પ્રતિમાની વિરોધ પ્રદર્શનનું સ્થળ પણ બની ગઇ છે.

ખેડાના યુવાને સરદાર પટેલના ચરણોમાં આવેદન પત્ર મુકીને ન્યાયની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્વારા કથિત અત્યાચારના મામલે યુવાન સરપંચે સરદાર સાહેબના ચરણોમાં આવેદન પત્ર મુકીને ન્યાયની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-માતરના ધારાસભ્ય અને સરપંચ વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ

પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણ આજે સાબુબેટ પહોંચ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેમણે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કેસરીસિંહ ચૌહાણ દ્વારા કથિત અત્યાચારના મામલે યુવાન સરપંચે સરદાર સાહેબના ચરણોમાં આવેદન પત્ર મુકીને ન્યાયની માંગણી કરી હતી. સાંસદ દેવુસિંહે ગામના રસ્તાની ગ્રાન્ટ દબાવી રાખી બાદમાં ધારાસભ્ય કેસરીસિંહ મારફતે હુમલો કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ સામે અગાઉ pmoમાં રૂબરૂ આવેદનપત્ર આપ્યા છતા કાર્યવાહી ન થઈ હોવાનો બળાપો કાઢ્યો હતો. ખેડા સાંસદ અને માતરના ધારાસભ્ય ગુંડા હોવાનો યુવાન સરપંચનો આક્ષેપ છે. તેમના જણઆવ્યા પ્રમાણે અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઇ કાર્યવાહી ન થતાં આજે સરદાર પટેલ સાહેબના ચરણોમાં આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે.
First published: November 27, 2018, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading