Home /News /south-gujarat /

નર્મદા નદીમાંથી બહાર આવ્યું શિવમંદિર, ચાર મહિના શિવજી રહે છે જળસમાધીમાં

નર્મદા નદીમાંથી બહાર આવ્યું શિવમંદિર, ચાર મહિના શિવજી રહે છે જળસમાધીમાં

    નર્મદા જીલ્લાના જુનરાજ ગામનુ નિલકંઠેસ્વર મહાદેવ શીવ મંદિર જલસમધિમાંથી બહાર આવતા ભક્તોમા આનંદ છવાયો છે. કરજન ડેમના જલાશયમા ચોમસા દરમ્યાન પાણીનો પ્રવાહ વધતા ઉપરવાસમા જુનારાજ ગામે આવેલ આ નિલકંઠેસ્વર મહાદેવ મંદીર સમ્પુર્ણ ડુબી જાય છે, જે પાણીનો પ્રવાહ નીચે ઉતરતા આ મંદિર મેં મા પાણીમાથી બહાર નીકળે છે. હાલ આ મંદિર પૂરેપૂરું બહાર આવ્યું, અને શીવજીના દર્શન થાય છે, જેથી ભક્તો શીવજીના પ્રથમ દર્શન કરવા મંદીરે જાય છે. ત્યારે ગ્રામજનો પણ આ મંદિરને સાફસફાઈ અને રંગ રોગાણ કરી દર્શનનો લાભ લઈ રહ્યા છે.

    નાંદોદના જુનાગઢ તરીકે ગણાતા જુનરાજએ રાજ્ધાની હતી, જ્યા વર્સો પહેલા આદિવાસી ભિલ રાજાનુ શાસન હતુ, બાદ મા પરમાર રજાઓનુ રાજ આવ્યુ અને ઇ.સ. 1240મા ગોહિલ વંસના રાજાનુ રાજ આવ્યુ જેમણે આ મંદિર બનાવ્યું, સમય જતા બધુ જર્જરિત થઇ ગયુ પરંતુ બાદમા કરજણ ડેમ બનવવામા આવ્યો, જેના જળાશયમા મા આખો વિસ્તાર અને ગામ ડુબી ગયુ જેથી ગ્રામજનોને ઉચઇ વાળા વિસ્તાર પર વસાવવામાં આવ્યા, પરંતુ આ ઐતિહાસિક શીવ મંદીર જે તે સ્થાન પર જ રાખવામા આવ્યુ, જે ભક્તો મા આસ્થનુ કેંન્દ્ર બની ગયુ, આવિસ્તારના જુના રેંજ ફોરેસ્ટ અને ગામના સરપંચ તથા ગ્રામજનોએ આ મંદિરનુ સમારકામ કરાવી સુંદર બનાવ્યુ રન રોગાગાન કરાવ્યુ, અને જ્યા શીવરત્રિના રોજ ભવ્ય ઉત્સવ પણ ઉજવાતો થયો, આ શીવ મંદીર‍ ચાર મહીના જળસમાધિમાં રહે છે, અને છ મહિના બહાર રહે છે, મેં મહિનામાં આ મંદિર આખુ બહાર આવે છે.

    ગ્રામજન સુરેશ વસાવાએ કહ્યું કે, આ અમારું જુનારાજ ગામે શિવજીનું મંદિર આવેલું છે જે ચોમાસામાં ડૂબી જાય છે અને ડેમમાં પાણી ઓછા થતા મંદિર બહાર આવે છે જેને અમે સાફસફાઈ કરી પૂજા પાઠ કરીયે છીએ જે અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

    સ્થાનિક ભીખુભાઇ પ્રજાપતિએ કહ્યું કે, આ મંદિર પુરાણીક છે અને જે ડેમમાં પાણી ઓછા થતા મંદિર બહાર આવે છે અને અમે જેની પૂજા કરીએ છીએ, પણ કાયમ માટે આ મંદિર અન્ય જગ્યાએ બનાવવામાં આવે તો અમે કાયમ પૂજા અર્ચના કરી શકીએ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Narmada, Shiv Temple

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन