નર્મદા : 15 આંધળી ચાકણ સાથે 3 શખ્સોની ધરપકડ, ઝડપાયા ન હોત તો લાખો રૂપિયામાં વેચાઈ ગઈ હોત

નર્મદા : 15 આંધળી ચાકણ સાથે 3 શખ્સોની ધરપકડ, ઝડપાયા ન હોત તો લાખો રૂપિયામાં વેચાઈ ગઈ હોત
આંધળી ચાંકણની તસ્કરી કરતા શખ્સો સાથે વનવિભાગ તેમજ જાગૃતિ નાગરિકોની ટીમ

પ્રતિબંધિત વન્યજીવની તસ્કરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ત્રાંટ્રીક વિધિમાં આંધળી ચાંકણનો ઉપયોગ થતો હોવાથી લાખો રૂપિયામાં બ્લેકમાં વેચાણ થાય છે

 • Share this:
  દિપક પટેલ નર્મદા :- નર્મદા જિલ્લો (Narmda District) 43 ટકા વનવિસ્તાર ધરાવતો જીલો છે અને આ જિલ્લા ના જંગલો માં અનેક શરીરશ્રુપ પ્રાણીઓ છે જેમાં ખાસ કરીને આંધળી ચાકણ નામનો (Two headed snake - andhali chankan) એક સાપ હોઈ છે જેમાં કોઈ પણ જાતનું ઝહેર હોતું નથી અને જેના બે મોંઢા હોય છે. આ આંધળી ચાકણ સાપને ત્રાંટ્રીક વિધિ માં પણ ઉપયોગ કરવામાં આવે છે અંધશ્રદ્ધા ના નામે આવા વન્યજીવોનુંનું લાખોમાં વેચાણ કરવામાં આવે છે. જે નો આજે નર્મદા ના ડેડીયાપાડા માં 3 ઈસમો સાથે 15 આંધળી (15 Two headed snake) ચાકણ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જો આ શખ્સો ઝડપાયા ન હોત તો ચાંકણનો સોદો લાખો રૂપિયામાં પાડી દીધો હોત. અગાઉ વડોદરામાંથી 42 લાખ રૂપિયામાં સોદો પાડેલ ચાંકણ સાથે શખ્સો ઝડપાયા હતા ત્યારે નર્મદાના અતિ મૂલ્યવાન સરિસૃપને આજે જાગૃતિના કારણે

  ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા ની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સદર ગેરકાયદેસર વન્યજીવ નું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓ ની વોચ માં હતા. જ્યારે આરોપીઓને 15 નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે.  આ પણ વાંચો :   અમદાવાદ : લોકડાઉનમાં શાળા બંધ રહેતા 28 સાયકલ ચોરનાર '3- ઇડિયટ્સ' પકડાયા

  પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગ અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટ ના સંયુક્ત પ્રયાસોથી આજરોજ ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણ ને બચાવેલ છે.

  ચાંકણ એક સાપ છે જેમાં કોઈ પણ જાતનું ઝહેર હોતું નથી.


  આ પણ વાંચો :  સુરત : ભાઈએ ભાઈની હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો, ક્રાઇમ બ્રાન્ચે ખૂની ખેલનો ભાંડો ફોડ્યો

  જેમાં જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર , અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગ ના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ ના ડી.સી.એફ. નીરજ કુમાર સાહેબ ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને A.W.B.I. & S.P.C.A. અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વન્યજીવ આંધળી ચાકણ નો 15 નંગ ગેરકાયદેસર વેપાર કરતાં પકડી પાડવામાં આવેલ છે.

  આ વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચ નો પર્દાફાશ થયેલ છે. આગામી દિવસોમાં વન વિભાગ તરફથી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે રાજ્યવ્યાપી ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.જોકે હાલ વનવિભાગ દ્વારા આ ત્રણે ઈસમો ની પૂછપરછ હાથ ધરી છે કે અન્ય આવા કેટલા વન્ય પ્રાણીઓ ને જંગલો માંથી પકડી ક્યાં ક્યાં વેચવામાં આવ્યા છે.
  Published by:Jay Mishra
  First published:September 11, 2020, 16:18 pm