નર્મદા: ગાંધીના ધામમાં દારુડિયા શિક્ષક? ગરુડેશ્વરના કોયારી ગામના શિક્ષકનો એક વીડિયો ઘણો જ વાયરલ થયો છે. જેમાં એક પ્રાથમિક શાળાના શિક્ષક રાજુ સોલંકી દારૂનાં નશામાં શાળામાં સૂઇ ગયા છે અને બીજી બાજુ બાળકો પોતાની રીતે ભણી રહ્યા છે. હાલ આ વિદ્યાના ધામને શરમાવતો વીડિયો ઘણો જ વાયરલ થઇ છે અને લોકો તેની નિંદા કરી રહ્યા છે. દારૂડિયા શિક્ષકના વીડિયો સામે અનેક પ્રશ્નો થઇ રહ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી નથી કરતું.
બાળકો સામે જ શિક્ષકે લંબાવી
ગરુડેશ્વરના કોયારી ગામની શરમજનક ઘટના હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. કોયારી ગામમાં એક જ પ્રાથમિક શાળા છે જેમા નાના ભૂલકા ભણવા માટે આવે છે. ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષક દારૂ પી શાળામાં જ સુતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જોકે, ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી નથી કરતું. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, શિક્ષક રાજુ સોલંકી કથિત નશાની હાલતમાં એક બેન્ચ પર પડ્યા છે અને બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગામના લોકો પણ આ દારુડિયા શિક્ષકને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ડીપીઓ, જયેશ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યુ કે, 'આવી વિગત અમારા ધ્યાને આવી છે તેથી મેં તાત્કાલિક આ અંગે તપાસના આદેશ આપ્યા છે. જો શિક્ષક પર આરોપ સાબિત થશે તો આપણે તેના પર કાયદેસરની કાર્યવાહી કરીશુ. આ વીડિયોમાં શિક્ષક સૂતેલો દેખાઇ રહ્યો છે. આ વીડિયો મારી પાસે શાળા શરૂ થઇ ત્યારે આવ્યો છે. આમાં અમારી ટીમ તપાસ કરી રહી છે.'
જોકે, ન્યૂઝ18 ગુજરાતીનાં સવાલોનાં મારા સામે ડીપીઓની કાર્યવાહી અંગે બોલતી બંધ થઇ ગઇ હતી. તમામ સવાલોની સામે તેમનો એક જ જવાબ હતો કે, કાર્યવાહી થઇ રહી છે.
તમને સાંજે જણાવીએ. જે બાદ તેમણે ચાલુ ફોનમાં જ પોતાનો ફોન કટ કરી દીધો હતો. તો જોવાનું એ રહ્યું કે, આ કથિત દારુડિયા શિક્ષક સામે ક્યારે, કેવી રીતે કાર્યવાહી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર