શિક્ષણની દશા: 52 સ્ટુડન્ટ, 1 શિક્ષિકા, એ પણ શારીરિક શિક્ષણના!

News18 Gujarati
Updated: January 20, 2018, 11:02 AM IST
શિક્ષણની દશા: 52 સ્ટુડન્ટ, 1 શિક્ષિકા, એ પણ શારીરિક શિક્ષણના!
સ્કૂલના એકમાત્ર શિક્ષિકા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલિકાના નવજિવન પ્રાથમિક શાળા વ્યાધરની જાણે દેશા બેઠી છે. આ શાળામાં હાલ માત્ર 1 કાયમી શિક્ષક છે.

  • Share this:
સરકાર દ્વારા ગામડાના વિધાર્થીઓ ભણે એ માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ આજે અમે જે બતાવવા જઈ રહ્યા છીએ તે આશ્ચર્યની સાથે સાથે ચિંતાનો પણ વિષય છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલિકાના નવજિવન પ્રાથમિક શાળા વ્યાધરની જાણે દેશા બેઠી છે. આ શાળામાં હાલ માત્ર 1 કાયમી શિક્ષક છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે તેઓ શારીરિક શિક્ષણ વિષયનાં શિક્ષક છે, તેઓ સ્કૂલના આચાર્ય પણ છે, અને ક્લાર્ક પણ છે. આ સ્કૂલમાં 2 પ્રવાસી શિક્ષકો પણ છે પરંતુ તેઓ 20 જાન્યુઆરી સુધી જ છે. હવે ગ્રામજનો અને સ્કૂલના એક માત્ર શિક્ષિકા પર આભ તૂટવા જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. તમામને એક જ ચિંતા કોરી ખાય છે કે હવે સ્કૂલ કેવી રીતે ચાલશે?

તીલકવાડા તાલુકાનાં વ્યાધર ગામની આદીવાસી ગ્રામ વિકાસ મંડળ સંચાલિત નવજીવન વિદ્યાલયમાં હાલ 52 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, આ શાળામાં એક માત્ર કાયમી શિક્ષિકા હેમલતાબેન તડપદા જ છે, અને તેઓ પણ શારીરિક શિક્ષણ વિષયનાં છે.

બે પ્રવાસી શિક્ષક 4 માસથી છે પરંતુ તે પણ માત્ર 20 જાન્યુઆરી સુધી જ છે. સ્કૂલમાં ક્લાર્ક અને આચાર્યની જગ્યા ખાલી છે. આ તમામ જવાબદારી સ્કૂલના એક માત્ર શિક્ષિકા જ નિભાવી રહ્યા છે. 20 જાન્યુઆરીથી ફરીથી હેમલતાબેન એકલા જ સ્કૂલ ચલાવશે. જોકે, આવું પ્રથમવાર નથી બન્યું, છેલ્લા 6 વર્ષથી આવી જ રીતે આ સ્કૂલ ચાલી રહી છે.

આ શાળા થોડાક વર્ષો પહેલા 150 જેટલા વિદ્યાર્થીઓથી ધમધમતી હતી. જોકે, બાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી ગઈ હતી. સ્કૂલમાં આચાર્ય સહિતના શિક્ષકો અને ક્લાર્ક નિવૃત્ત થયા બાદમાં ભરતી ન થતાં સ્કૂલની આવી હાલત થઈ છે.શિક્ષકોની અછતની અસર આ શાળાનાં બોર્ડનાં પરીણામ પર પડી છે. 2015માં 0%, 2016માં ૦% અને 2017માં આ સ્કૂલની રિઝલ્ટ 8% આવ્યું છે. હવે કોઈ આ શાળામાં પ્રવેશ નથી લઈ રહ્યા. આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારી ડૉ. નીપાબેન પટેલનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, 'આ શાળા ગ્રાન્ટથી ચાલતી સ્કૂલ છે, હાલ બે પ્રવાસી શિક્ષકો ફાળવાયા છે.' જોકે, બંને શિક્ષકો 20 જાન્યુઆરી સુધી જ હોવા અંગે પ્રશ્ન કરતા તેમણે કહ્યું કે, 'મંડળ પોતે સંસ્થાનાં ખર્ચે શિક્ષકની વ્યવસ્થા કરી શકે છે.' આવું કહીને તેમણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા.છેલ્લા 1986થી ચાલતી આ શાળામાં હાલ માત્ર 1 શિક્ષક તમામ ક્લાસ લઈ રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ જ્યારે મંડળ પોતાની રીતે શિક્ષકોની વ્યવસ્થા કરી લે તેવી વાત કરતા આ શાળા કેટલો સમય ચાલશે તે એક પ્રશ્ન છે.

સ્ટોરીઃ દિપક પટેલ, નર્મદા
First published: January 20, 2018, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading