નર્મદા જિલ્લાનાં ખેડૂતોમાં ચિંતા : હેલ્પલાઇન નંબર જ નથી લાગતા, વળતર ક્યારે મળશે

News18 Gujarati
Updated: November 2, 2019, 2:07 PM IST
નર્મદા જિલ્લાનાં ખેડૂતોમાં ચિંતા : હેલ્પલાઇન નંબર જ નથી લાગતા, વળતર ક્યારે મળશે
કેળાના પાક બગડ્યા છે.

અરબી સમુદ્રમાં ઉદભવેલા 'ક્યાર' બાદ હવે 'મહા' વાવાઝોડાનાં પગલે સમગ્ર રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેતીને પારાવાર નુકશાન થવા પામ્યું છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદા : અરબી સમુદ્રમાં ઉદભવેલા 'ક્યાર' બાદ હવે 'મહા' વાવાઝોડાનાં પગલે સમગ્ર રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેતીને પારાવાર નુકશાન થવા પામ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ ને પગલે ઉભા તૈયાર પાકોને મોટા પાયે નુકસાન થયું છે. સરકારે ખેડૂતોને પોતાની નુકસાની નોંધાવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યો પરંતુ એ હેલ્પલાઇન નંબર પર વાત જ નથી નથી કે લાગતા જ નથી.

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ વરસ્યો છે ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું. આજે ખેડૂતોનાં ખેતરોની જમીનો ધોવાતાં ખેડૂતો પાયમાલ થયા છે. વરસાદ અટકતા ફરી વાવણી કરી. પાક તૈયાર થયો ત્યારે કમોસમી વરસાદે મોટુ નુકસાન થયું છે. હાલ છેલ્લા ચાર દિવસથી નર્મદા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ફરી વાવણી કરેલ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચતા ખેડૂત પાયમાલ થયો છે. પહેલા પાકના નુકસાનનું હજુ કોઈ વળતર મળ્યું નથી. ત્યારે સરકારે ફરી હેલ્પલાઇન નંબર જાહેર કરી 24 કલાકમાં નુકસાન નોંધાવવાની જાહેરાત કરી છે. નર્મદામાંથી આ નંબર લાગતો નથી. 180 ગામોમાં કનેક્ટિવિટીનાં અભાવ વચ્ચે સરકારનો હેલ્પલાઇન નંબરનો પ્રયોગ એક મઝાક બની રહ્યો છે.

આ પણ વાંચો : કોડિનાર APMCમાં 8 હજાર ગુણી મગફળી પલળી, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

ખેડૂત, શંકરભાઇ પટેલે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 'સરકારે ટોલ ફ્રી નંબર આપ્યો છે પરંતુ અમારા ગામમાં કનેક્ટિવિટી જ નથી તો કઇ રીતે આ નંબર પર વાત કરી શકાય. અમે રાજપીપળામાં જઇને અધિકારીઓને મળીએ છઈએ તો તેઓ કહે છે કે ગાંધીનગરથી હજી ભરવાનાં ફોર્મ જ નથી આવ્યાં. અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને સરકાર અમને હેક્ટર દીઠ અમુક હજાર જ આપવાનાં કહે છે તેનાથી અમારૂં શું થશે.'

નર્મદા જિલ્લામાં છેલ્લા 5 વર્ષનો વરસાદે રેકોર્ડ તોડ્યો અને મુસળધાર વરસાદ પડતાં ખેડૂતોને પ્રથમ વાવેતરમાં મોટું નુકસાન થયું. જેનું વળતર હજુ સરકારે આપ્યું નથી. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતનાં માથે ચિંતા વધી છે. હાલ તૈયાર જુવાર, કપાસ, મકાઈ, તુવેર, કેળા સહિતનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે આ હેલ્પલાઇન નંબર ક્યારે લાગશે અને સરકાર ક્યારે વળતર અપશે એની રાહ જોઈ હાલ ખેડૂત માથે હાથ દઈ બેઠો છે.
First published: November 2, 2019, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading