નર્મદા: રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા (Gujarat monsoon 2022) નર્મદા ડેમની (Narmada Dam water level ) જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરને પાર પહોંચી છે. ડેમની મહત્ત્મ જળ સપાટી 138.68 મીટરની છે. આજે ડેમના કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. બપોરે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા જે વધીને 23 થયા છે. નર્મદા ડેમમાં 2,20,000 ક્યૂસેક પાણીની આવક થઇ છે. આ સાથે 30,000 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં (Narmada River) છોડવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આ વર્ષે હર ઘર તિરંગાના અભિયાનને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવતાં નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશમાં તિરંગાને લઈને અભિયાન ચાલી રહ્યું છે.
સાથે તિરંગા યાત્રાની સાથે શહેરના મુખ્ય સ્થળોને પણ તિરંગાથી શણગારવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યો છે. તિરંગા કલરમાં 1000 LED લાઈટોથી નર્મદા ડેમને શણગારવામાં આવ્યો છે.
વરસાદ બાદ નર્મદા પંથકમાં કુદરત સોળે કળાએ ખીલી જાય છે. અત્યારે હાલ પ્રવાસીઓ આ નજારો માણવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ લોકોનું હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે ટેન્ટ સિટીમાં 1200 જેટલા ટેન્ટ તમામ પેક થઈ ગયા છે. તેમજ વિદેશમાં ફરવા જવા માટે પણ ગુજરાતીઓનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે દુબઈ બેંગકોક જવા માટે અગાઉથી જ ટૂર પેકેજો બુક કરી લીધા હતા. જેના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટના ભાડા પણ વધી જતા હોય છે અને ટૂર પેકેજ મોંઘું પડતું હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર