નર્મદા નિગમનો ભ્રષ્ટાચાર ખુલ્યો: ક્લાસ વન ઓફિસર સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો દાખલ

News18 Gujarati
Updated: November 18, 2018, 4:20 PM IST
નર્મદા નિગમનો ભ્રષ્ટાચાર ખુલ્યો: ક્લાસ વન ઓફિસર સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો દાખલ
પ્રતિકાત્મક તસવીર

નર્મદા નિગમમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે

  • Share this:
અમદાવાદ: અન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ અપ્રમાણસરની મિલકતનાં સંદર્ભમાં સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઇજનેર (ક્લાસ વન ઓફિસર) ગૂનો દાખલ કર્યો છે અને નર્મદા નિગમમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આ ગૂનો સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮(સુધારો-૨૦૧૮) કલમ ૧૩(૧)(બી) ૧૩(૨) મુજબ નોંધાયો છે.

આ કેસમાં એન. કે.વ્યાસ, (ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર), દેવભૂમિ દ્વારકા, (એ.સી.બી. પોલીસ સ્ટેશન) ફરિયાદી બન્યા છે. એસીબીએ મહેશભાઈ ધનજી ભાઈ પટેલ, કાર્યપાલક ઇજનેર , વર્ગ-૧, સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર પેટા વિભાગ, ધ્રાગધ્રા, (રહે. મુળ- સારવણી, તા-ચીખલી, જી-નવસારી) સામે ગૂનો દાખલ કર્યો છે.

એસીબીને આ ક્લાસ વન ઓફિસર પાસેથી રોકડ રૂ .૪૬,૨૦ લાખ અપ્રમાણસરની મિલકત મળી છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કામનાં આરોપી વિરુદ્ધ તા-૧૪-૧૧-૧૮ ના રોજ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધ્યો હતો અને આ આરોપીની ૧૪ નવેમ્બરનાં રોજ અટકાયત કરવામાં આવી હતી..

આ સમયે આરોપીની અંગજડતીમાથી રોકડ રુ ૩૧૦૦, તથા તેના વતનના રહેણાક મકાનની ઝડતી દરમ્યાન રોકડ રુ ૪૨૪૫૪૦૦/- તથા તેના ધ્રાગધ્રા ના રહેણાક મકાને 15 નવેમ્બરનાં રોજ ઝડતી દરમ્યાન રોકડ રુ ૩૪૪૪૭૦ મળી કુલ રોકડ રુ ૪૬,૨૦૮૭૦ ની અપ્રમાણસર મિલ્કત મળી આવેલી હતી. જે રકમ અંગે પૂછપરછ કરતા આ રકમ અલગ અલગ કોન્ટ્રાકટરો પાસે થી ૧% કમીશન પેટે મેળવેલી હોવા નું જણાવતા ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
Published by: Margi Pandya
First published: November 18, 2018, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading