અક્ષય કુમારની 'પેડમેન'થી પ્રભાવિત થઈ એક સામાજિક સંસ્થા દ્વારા અનોખી પહેલ

News18 Gujarati
Updated: September 16, 2018, 3:25 PM IST
અક્ષય કુમારની 'પેડમેન'થી પ્રભાવિત થઈ એક સામાજિક સંસ્થા દ્વારા અનોખી પહેલ
આ સામાજિક સંસ્થાએ ભરૂચ-નર્મદાનાં 30-40 ગામમાં ઘરે ઘરે જઈ મહિલાઓને સેનેટરી નેપ્કિનનું વિતરણ કર્યું હતું.

આ સામાજિક સંસ્થાએ ભરૂચ-નર્મદાનાં 30-40 ગામમાં ઘરે ઘરે જઈ મહિલાઓને સેનેટરી નેપ્કિનનું વિતરણ કર્યું હતું.

  • Share this:
નર્મદાઃ અક્ષય કુમારની મુવી 'પેડમેન'થી પ્રભાવિત થઈ એક સંસ્થાએ નર્મદાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સેનેટરી નેપ્કિનનું વિતરણ કર્યું હતું. મોટા ભાગે દેશના અંતરિયાળ વિસ્તારમાં જાગૃતિના અભાવે મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કપડાં કે પછી અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે, જેને લીધે તેમને ઇન્ફેક્શન તથા અન્ય જાતીય રોગોનો શિકાર બનતી હોય છે, ત્યારે રાજશ્રી પોલિફિલ કંપનીના સહયોગથી સામાજિક સંસ્થાએ ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં 30થી 40 ગામોમાં હજુ પણ મહિલાઓ સેનેટરી નેપ્કિનથી અજાણ હોવાથી જાણવા મળ્યું હતું. આ તમામ ગામોમાં શિક્ષિત મહિલાઓની ટીમો ઉતારી દેવામાં આવી હતી અને તેઓએ ઘરે ઘરે જઈ આ વિશે સમજણ આપી હતી તેમ જ સેમિનાર પણ યોજ્યા હતા.

રાજશ્રી પોલિફિલ કંપનીના પ્રોગ્રામ આયોજક સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે સામાજિક સંસ્થાની મહેનત આખરે રંગ લાવી અને જાગ્રત થયેલી મહિલાઓએ પોતાના માસિક ધર્મ દરમિયાન સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કરવાનું નક્કી કરી લીધું છે. જાહેર કાર્યક્રમમાં સેનેટરી નેપ્કિન લેવા માટે મહિલાઓ થોડી શરમ અનુભવતી હોય છે, એવું વિચારી આ સામાજિક સંસ્થાએ ભરૂચ-નર્મદા જિલ્લાનાં 30થી 40 ગામોમાં ઘરે ઘરે જઈ મહિલાઓને સેનેટરી નેપ્કિનનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે જાગ્રત મહિલાઓએ પોતાની આસપાસના વિસ્તારમાં આ મામલે જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

ગામની એક લાભાર્થી પ્રિયંકા પરમારે જણાવ્યું હતું કે ભરૂચ-નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની મહિલાઓમાં આ અંગે પહેલાં કોઈ જાગૃતિ ન હતી. અમુક મહિલાઓ પોતાના માસિક ધર્મ દરમિયાન કોટનનાં કપડાં સહિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતી હોવાથી તેઓ કેટલાય રોગોનો શિકાર બને છે. જે ચીજવસ્તુઓના ઉપયોગથી કેવા રોગો થાય એ બાબતે સામાજિક સંસ્થાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સમજણ આપવામાં આવી હતી. આ ટીમે સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કરવાની અમને સમજ આપતાં આજે અમારા ગામડાંની મહિલાઓમાં જાગૃતિ આવી ગઈ છે.
First published: September 16, 2018, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading