મનસુખ વસાવાએ અચાનક લીધી રાજપીપળા સિવિલની મુલાકાત

News18 Gujarati
Updated: May 14, 2019, 2:44 PM IST
મનસુખ વસાવાએ અચાનક લીધી રાજપીપળા સિવિલની મુલાકાત
સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ અચાનક રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  • Share this:
દિપક પટેલ, નર્મદાઃ સાંસદ મનસુખ વસાવાએ અચાનક રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાજ જોવા મળતાં સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા. મુલાકાત દરમિયાન દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠ્યા હતા. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે દર્દીઓ દાખલ હોવાનું બહાર આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે રાજપીપલા સિવિલ હોસ્પિટલની સ્થાપના વર્ષ 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. 1997માં આ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલમાં કન્વર્ટ કરાઇ હતી. હોસ્પિટલમાં 80 બેડની ક્ષમતા સામે 150 દર્દીઓ દાખલ થઇ જતા ખાટલા ખુટી પડ્યા હોવાનું સાંસદ મનસુખ વસાવાને ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ તાત્કાલીક પોતાના ટેકેદારો સાથે આજે મંગળવારે હોસ્પિટલ પહોચીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

શરૂઆતમાં તો સાંસદ ગુસ્સામાં જણાતા હતા પરંતુ સાચી સ્થિતિનો ખ્યાલ આવતા જ તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યુ હતુ. સાંસદ પહોચ્યા ત્યારે હોસ્પિટલનાં તમામ બેડ ફુલ હતા. જેથી લોબીમાં એક ગાદલા પર ત્રણ-ત્રણ દર્દીઓને સુવડાવ્યા હતા. જોકે સિવિલ સર્જન ત્યા આવી પહોંચતા જ સાંસદે હકીકતથી વાકેફ કરતા જ સાચી સ્થિતિનો ખ્યાલ આવ્યો હતો.

હકીકત એવી છે કે, નર્મદા જીલ્લામા રોજ-બરોજ નાનાં મોટા 4થી 5 અકસ્માત થાય છે. તેમજ ખાસ કરીને ઉનાળામાં વધુ દર્દીઓ દાખલ થતા જ આ સ્થિતિ ઉદભવી હતી. દર્દીઓ વધી પડતા આજથી 5 વર્ષ પહેલા નવી સિવિલ હોસ્પિટલનું ખાતમુર્હુત કરાયું હતું.

જોકે, ત્યા પણ હોસ્પિટલનાં બાંધકામ બાબતે બે કોન્ટ્રાકટરો વચ્ચે ગજ્ગ્રાહ થતા આખો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેથી આખી હોસ્પિટલનું કામકાજ ખોરંભે ચઢ્યુ છે. મુલાકાત સમયે ઓર્થોપેડીક સર્જનની તબીયત ખરાબ હોય હોવાથી તેઓ રજા પર હોવાનું અને ENT સર્જનની હંગામી નિમણૂક થયેલી હોવાથી તેઓ સપ્તાહમાં એકવાર વિઝીટ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. હાલ તો સાંસદે સમગ્ર બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાશે તેમ જણાવ્યુ છે.
First published: May 14, 2019, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading