હું તમામ શિક્ષકોનો આદર કરું છું, તેમને સદમાર્ગે વાળવા આવી ટકોર જરૂરીઃ MP મનસુખ વસાવા

ફાઇલ તસવીર

શિક્ષકોની કામગીરીને લઈ સરકારના અધિકારીઓ વચ્ચે જ મતભેદ હોય તેવો ઘાટ સર્જાયો છે. શિક્ષકો પર કરેલા નિવેદન મામલે ચારે તરફથી ઘેરાયા બાદ પણ સાંસદ મનસુખ વસાવા પોતાની વાત પર અડગ છે.

 • Share this:
  શિક્ષકોની કામગીરીને લઈ સરકારના અધિકારીઓ વચ્ચે જ મતભેદ હોય તેવો ઘાટ સર્જાયો છે. શિક્ષકો પર કરેલા નિવેદન મામલે ચારે તરફથી ઘેરાયા બાદ પણ સાંસદ મનસુખ વસાવા પોતાની વાત પર અડગ છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન રાજ્યભરના શિક્ષકો માટે ન હતું. માત્ર ડેડિયાપાડાના 50થી 70 શિક્ષકોને લઈને જ તેમણે નિવેદન આપ્યું હતું. અને તેના પર તેઓ આજે પણ અડગ છે.

  બે દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ શિક્ષણના કથળી રહેલા સ્તરને લઇને નર્મદા જિલ્લાના શિક્ષકોની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે નર્મદાના કેટલાક શિક્ષકો  દારૂ પીવે છે અને જુગાર રમે છે. જોકે ભાજપના સાંસદના આવા ચોંકાવનારા નિવેદનને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફગાવી દીધું હતું અને નિવેદન મામલે અસંમતિ દર્શાવી હતી.  જેની સામે વસાવાએ કહ્યું કે ડેડિયાપાડાના શિક્ષકો પર તેમણે કરેલી ટિપ્પણી નિરર્થક નથી.

  આ મામલે રાજ્યભરમાંથી તેમને અભિનંદન પણ મળ્યા છે. આ અંગે તેમણે સંકલન સમિતિ અને જિલ્લાના SPને પણ વાત કરી છે. મનસુખ વસાવાએ એટલી હદ સુધી કહ્યું કે કોઈપણ શિક્ષકનું નામ આપી તેની નોકરીનો ભોગ લેવા હું નથી ઇચ્છતો, હું તમામ શિક્ષકોનો આદર કરું છું. શિક્ષણમંત્રી આખા રાજ્યને ધ્યાને રાખીને વાત કરે છે જ્યારે મેં સ્થાનિકવાત કરી છે જે સાચી જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, સરાકરી શઆળઆઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઓછા થવાથી શાળાઓ બંધ થાય છે એટલે ખાનગીકરણ વધ્યું છે.  પરંતુ શિક્ષણનું સ્તર સુધારવા અને શિક્ષકોને સદમાર્ગે વાળવા આવી ટકોર જાહેરમાં કરવી જરૂરી છે.
  Published by:Ankit Patel
  First published: