BJP સાંસદ વસાવાનો ફરી બફાટઃ હવે સરકારી અધિકારીઓને કહ્યાં વિકૃત

News18 Gujarati
Updated: June 22, 2018, 6:19 PM IST
BJP સાંસદ વસાવાનો ફરી બફાટઃ હવે સરકારી અધિકારીઓને કહ્યાં વિકૃત

  • Share this:
રહી રહીને ફૂટી રહ્યો છે વસાવાનો બોંબ, મનસુખ વસાવા એવા તો મુડમાં આવી ગયા છે કે, તેઓ હવે સીધો ઉધડો લઈ રહ્યા છે અધિકારીઓનો. મનસુખ વસાવાના મનમાં હકિકતમાં કોના પર ગુસ્સો છે તે ખુલીને બહાર નથી આવી રહ્યો, પરંતુ આજે ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા અંકલેશ્વર GIDCમાં ભૂતિયા કનેક્શનને શોધવા નિકળેલા અઘિકારીઓ પર અકળાઈ ઉઠ્યા. તેમણે કહ્યું કે આવા વિકૃત માનસિકતા ધરાવતા નકામાં અધિકારીઓના કારણે ઉદ્યોગકારોને સહન કરવાનો વારો આવે છે. વસાવાનો વિરોધ હતો કે ખોદકામ કરવાથી, ક્લોઝર કાર્યવાહી કરવાથી GIDCમાં ભૂતિયા કનેક્શન ના મળે. મનસુખ વસાવાએ ત્યાં સુધી કહ્યું કે તેમનો વિરોધ સરકાર સામે નથી. વડાપ્રધાન મોદી સામે નથી, પણ બની બેઠેલા અધિકારીઓની વિકૃત માનસિકતા સામે છે.

જીઆઈડીસીના ભૂતિયા કનેક્શન શોધવા ચાલતા ખોદકામ, ક્લોઝરની કાર્યવાહી અને નવી કન્સેન્ટ ઉપર રોક સહિતના મામલે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા વસાવાએ વિકૃત માસિકતાવાળા અને નકામા અધિકારીઓના કારણે ઉદ્યોગોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

વિવાદિત નિવેદનો માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ દારૂડિયા શિક્ષકો બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં ભૂતિયા કનેક્શન શોધવા ચાલતા ખોદકામ, ક્લોઝરની કાર્યવાહી અને નવી કન્સેન્ટ ઉપર રોક સહિતના મામલે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા વસાવાએ વિકૃત માસિકતાવાળા અને નકામા અધિકારીઓના કારણે ઉદ્યોગોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

મનસુખ વસાવાના નિવેદનોએ ફરી એકવાર ખળભળાટ મચાવ્યો છે. વિવાદિત નિવેદનો માટે જાણીતા સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવમાં શિક્ષકો ઉપર દારૂડિયા અને અને જુગારીયા હોવાની ટિપ્પણી બાદ હવે ઉદ્યોગ જગતને લગતા વળગતા અધિકારીઓને વિકૃત માનસિકતાવાળા ગણાવ્યા છે. અંકલેશ્વરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રાસંગિક ઉદ્બોધનમાં મનસુખ વસાવાએ અંકલેશ્વર જીઆઇડીસીમાં ભૂતિયા કનેક્શન શોધવા ચાલતા ખોદકામ, ક્લોઝરની કાર્યવાહી અને નવી કન્સેન્ટ ઉપર રોક સહિતના મામલે ઉદ્યોગકારોને આશ્વાસન આપતા વસાવાએ વિકૃત માસિકતાવાળા અને નકામા અધિકારીઓના કારણે ઉદ્યોગોને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, જીઆઈડીસીમાં સરકાર મોદી સાહેબની માસિકતા સારી છે, જામેલા વિકૃત મગજના અધિકારીઓ હેરાન કરવાની વૃત્તિ કરી રહ્યા છે. આપણે કર્મ કરો ફળ મળવાનું જ છે. રાજ્ય અને ભારત સરકારનો કોઈને રંજાડવાનો આશય નથી હોતો પરંતુ આવા નકામા અધિકારીઓને કારણે સરકારે સહન કેવું પડે છે, હું સાચુજ બોલું છું.
First published: June 22, 2018, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading