ગુજરાતનું નવું નજરાણું એટલે કે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તૈયાર થઇ ગયું છે, 30મીએ વડાપ્રધાનના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવશે, પરંતુ આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોડાણ પાછળ બહુમુલી વૃક્ષોનું નિકંદન કરવામાં આવતાં પ્રકૃતિપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે કેવડિયા ખાતે રસ્તો બનાવવા માટે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.
ડભોઇ, રાજપારડી અને રાજપીપળાથી લઇને કેવળિયા કોલોનીને જોડવા માટે રસ્તો બનાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ આ રસ્તાઓને પહોળો કરવા માટે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. ડભોઇથી દેવલિયા સુધીનો 36 કિમીનો રસ્તો બનાવવામાં આવ્યો છે, જેનો કુલ ખર્ચ 200 કરોડ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ રસ્તાઓ પહોળા કરવા માટે રોડની બંને તરફ 50 હજારથી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.
વૃક્ષોના ભોગે તૈયાર કરાયા ડામર રોડ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટનું 31 ઓક્ટોબરે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટને પૂર્ણ કરતા પહેલા આસપાસના વિસ્તારને કેવડિયા સાથે જોડવા માટે 500 કરોડ રૂપિયાના ખર્ચે 95 કિ.મી.ના રસ્તાનું કામ કરવામાં આવ્યું છે. જેમાં ડભોઇથી દેવલિયા સુધીનો 36 કિ.મી.નો રસ્તો 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. જ્યારે રાજપારડીથી રાજપીપળા સુધીનો 25 કિ.મી.નો રસ્તો 150 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. આ ઉપરાંત દેવલિયાથી રાજપીપળા સુધી 24 કિ.મી.નો રસ્તો 120 કરોડના ખર્ચે તૈયાર થયો છે. અને કેવડિયા જંક્શનથી કેવડિયા કોલોની સુધીના 10 કિ.મી.ના રસ્તા માટે 35 કરોડ રૂપિયા ખર્ચાયા છે. આ રસ્તાઓ પહોળા કરવા માટે રોડની બંને તરફ 50 હજારથી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.
અંકલેશ્વરથી કેવડીયા અને વડોદરાથી કેવડીયા સુધી માર્ગ પર આવતા હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે.
અંકલેશ્વરથી કેવડીયા અને વડોદરાથી કેવડીયા સુધી માર્ગ પર આવતા હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. અને કાપેલા આ વૃક્ષો ડભોઇથી 3 કિ.મી.ના અંતરે આવેલા ધરમપુરી ગામ પાસે મેદાનમાં મુકવામાં આવ્યા છે. 95 કિ.મી.ના રોડની સાથે સાથે કેવડિયા બની રહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના માર્ગ પર ત્રણ મોટા બ્રિજ પણ તૈયાર કરાયા છે.
રોડ બનાવવા માટે મોટી સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, સોશિયલ મીડિયા પર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર