નર્મદા: સરદાર સરોવરને (sardar sarovar dam) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઓમકારેશ્વરમાંથી 7.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે પાણીના આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જે બાદ હવે 5.44 લાખ ક્યુસેક પાણી નર્મદા નદી (narmada river)માં છોડવામાં આવશે.
ગોલ્ડન બ્રિજ પાસે સપાટી 22.75 ફૂટે પહોંચી
વાત કરીએ ભરૂચની તો, અહીં નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નદીની સપાટી વોર્નિંગ લેવલ પર પહોંચી ગઇ છે. જ્યારે ગોલ્ડન બ્રિજ પાસે સપાટી 22.75 ફૂટે પહોંચી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, ત્યારે અહીં નદીની ભયજનક સપાટીથી પાણીનું સ્તર લગભગ એક ફૂટ જ ઓછું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીનું સ્તર વધ્યું છે.
નર્મદાપુરમમાં તવા ડેમ ખોલ્યા બાદ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. સાથે જ ભોપાલ-નાગપુર નેશનલ હાઈવે પણ બંધ થયો છે. અહીં નર્મદા નદી ખતરાના નિશાનથી ઉપર વહેતી જોવા મળી રહી છે. બીજી બાજુ, સીહોરમાં નર્મદાના નીચાણવાળા ગામોમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. બુદની, શાહગંજ અને નસરુલ્લાગંજના પ્રભાવિત ગામોમાં રાહત અને બચાવ કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. કલેક્ટર અને એસપીએ પોતે મોરચો સંભાળ્યો છે.
આટલું જ નહીં, મધ્યપ્રદેશના મંડલામાં નર્મદાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. ઘાટો પર બનેલા નાના-મોટા મંદિરો ડૂબ્યા છે, જ્યારે સિવની અને ડિંડોરી સાથેનો સંપર્ક કપાયો છે. જબલપુરના બરગી ડેમનો ગેટ ખોલવાથી નર્મદાના ઘાટ ડૂબ્યા છે. ઉપરાંત તમામ અસ્થાયી દુકાનોને શિફ્ટ કરવામાં આવી છે. ઘાટની તરફથી આવતા રસ્તા પર બેરીકેટિંગ કરાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર