સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે 40થી વધુ પ્રોજેક્ટોનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે.

News18 Gujarati
Updated: July 14, 2019, 12:40 PM IST
સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે 40થી વધુ પ્રોજેક્ટોનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસવીર
News18 Gujarati
Updated: July 14, 2019, 12:40 PM IST
દિપક પટેલ, નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે વનવિભાગના જ 30થી વધુ પ્રોજેક્ટો છે.

જેમાં 13 જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને 18 જેટલા પ્રોજેક્ટોનું પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેનું નિરીક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે આવ્યા હતા. જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

સફારી પાર્ક પર ખાસ વન મંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે. જૂનાગઢ ના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. ભારત જ નહીં વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ 1800થી વધુ પશુ પક્ષીઓ અને જળચર. સરીસૃપો લાવવામાં આવશે.

આ પણ વાંચોઃ-MPમાં વરસાદના લીધે સરદાર સરોવરની સપાટી વધીને 121.02 મીટરે પહોંચી

સ્ટેચ્યૂની કયા કયા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે
સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટ ના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિત ના પ્રોજેક્ટો બનશે
કયાકયા પ્રાણીઓ લાવશે
સિંહ, વાઘ,ચિત્તો,દીપડો, ઉરાન ઉતાનગ, રિછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્ક માં લવાશે
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...