Home /News /south-gujarat /

સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ ત્રણ દિવસમાં 50 લાખની આવક, 15000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ ત્રણ દિવસમાં 50 લાખની આવક, 15000 પ્રવાસીઓએ લીધી મુલાકાત

    દિપક પટેલ, નર્મદા

    વડોદરા નજીક સાધુ બેટ દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે બનાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂનું અનાવરણ થઇ ચૂક્યું છે. દેશ સહિત વિદેશમાં ભારતની મહનતામાં વધારો કરતું વધુ એક નજરાણું એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ઉદ્ધાટનને ત્રણ દિવસ થયા છે, આ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને થયેલી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

    સરકાર દ્વારા જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે ત્રણ દિવસ બાદ નર્મદા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 15000 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે 350 રૂપિયા ફી તરીલે વસૂલવામાં આવ્યા હતા, જે કુલ મળીને અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયાની આવક થઇ છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે ઉભા કરાયેલા સ્ટેન્ટ હાઉસફૂલ થઇ ગયા છે. જે ભાઇ બીજ સુધી આ ટેન્ટ બૂક થઇ ચૂક્યા છે.

    હાલ રાજ્યમાં દિવાળીનું વેકેશ શરૂ થઇ ચૂક્યું છે, લોકો ખરીદી કરવાથી લઇને પ્રવાસન સ્થળો ફરવા નીકળી પડ્યા છે, એવામાં સ્ટેચ્યૂ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે એવી આશા સરકારી તંત્ર સેવી રહ્યું છે, જેમાં દિવાળીના મીની વેકેશમાં રોજના 15000 પ્રવાસીઓ આવે તેવી આશા સેવાઇ રહી છે. તો આજથી જિલ્લા ક્લેક્ટર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં અગાઉ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ પોતાના વાહન લઇ જઇ શકતાં ન હતા, પરંતુ હવેથી લોકો પોતાના વાહનો લઇ જઇ શકશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Statue of unity, સરકાર

    આગામી સમાચાર