એજન્ટોથી સાવધાન : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટિકિટની ઝેરોક્ષ કરીને પ્રવાસીઓ સાથે છેતરપિંડી

News18 Gujarati
Updated: December 26, 2019, 2:28 PM IST
એજન્ટોથી સાવધાન : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટિકિટની ઝેરોક્ષ કરીને પ્રવાસીઓ સાથે છેતરપિંડી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે.

છેતરપિંડીના બનાવો સામે આવતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સીઈઓએ પ્રવાસીઓને અધિકૃત વેબસાઇટ મારફતે જ ટિકિટ ખરીદવાની સલાહ આપી.

  • Share this:
દીપક પટેલ, નર્મદા : નાતાલની રજાઓને લીધે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. વ્યૂઇંગ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્રએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. સામાન્ય રીતે લોકો 31મી ડિસેમ્બર સુધી પ્રવાસનું આયોજન કરતા હોય છે, જેના અનુસંધાને મોટા સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ખાતે પહોંચી રહ્યા છે. આ તમામ વચ્ચે એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એજન્ટોએ એક જ ટિકિટને એકથી વધારે લોકોને આપી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રવાસીઓ અથવા તો તેમનાં એજન્ટો વ્યૂઇંગ ગેલેરી જોવા માટે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે. તેઓ અન્ય પ્રવાસીઓની ટિકિટની ઝેરોક્ષ કરીને વ્યુઇંગ ગેલેરી જોવા માટેની લાઇનમાં લાગી જાય છે. કેટલાક કિસ્સાઓમાં બોગસ ટિકિટ પર પ્રવાસીઓ વ્યુઇંગ ગેલેરી જોઇ પણ આવે છે. આજે મોટા પ્રમાણમાં ટિકિટનાં બારકોડ સ્કેન નહીં થતા આ મુદ્દો તંત્રના ધ્યાને આવ્યો હતો. બારકોડ સ્કેન નહીં થતા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ જોવા મળ્યા હતા.એવી વિગતો સામે આવી છે કે એજન્ટો એક જ ટિકિટની બે ત્રણ ઝેરોક્ષ કાઢીને પ્રવાસીઓને વેચી દે છે. જયારે પ્રવાસીઓ આ ટિકિટ લઈને પહોંચે છે ત્યારે બારકોડ સ્કેન નથી થતો. આ સમયે પ્રવાસીઓને છેતરાયા હોવાની જાણ થાય છે.

આ બાબતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઈન્ટ CEOએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "પ્રવાસીઓએ કોઈ પણ એજન્ટ પાસેથી ટિકિટ લેવી નહીં. જો પ્રવાસીઓ અમારી વેબસાઈટ https://www.soutickets.in/#/dashboard પરથી ટિકિટ લેશે તો ફ્રોડ નહીં થાય. આ ઉપરાંત કેટલાક ટૂર ઓપરેટરો બીજી તારીખની ટિકિટ આપીને પ્રવાસીઓને મોકલી દેતા હોય છે. આથી પ્રવાસી જ્યારે અન્ય તારીખની ટિકિટ લઈને પહોંચે છે ત્યારે તે ટિકિટ અમારા મશીનમાં સ્કેન નથી થતી."

બોગસ ટિકિટ મામલે અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવતા સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર મુદ્દે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

મુંબઈના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલી ધ્વનીએ જણાવ્યું હતું કે, "ભારતને ગૌરવ અપાવતી વસ્તુને સાક્ષાત નિહાળીને ખૂબ ગર્વની લાગણી થાય છે. પરંતુ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી વ્યવસ્થામાં ફેરબદલની જરૂરિયાત છે, જેનાથી મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂમાં ઉપર જઈ શકે. અમારા ગ્રુપમાંથી અડધા લોકો જ સ્ટેચ્યૂની મુલાકાત લઈ શક્યા હતા, કારણ કે ટિકિટને ડુપ્લિકેટ કરવામાં આવાી હતી. જેનાથી અડધા લોકો મુલાકાત લઈ શક્યા ન હતા."
First published: December 26, 2019, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading