ખોટા આદિવાસી પ્રમાણપત્ર અંગે મનસુખ વસાવાએ કહ્યું, અમે સરકાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે

News18 Gujarati
Updated: December 19, 2019, 1:36 PM IST
ખોટા આદિવાસી પ્રમાણપત્ર અંગે મનસુખ વસાવાએ કહ્યું, અમે સરકાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે
મનસુખ વસાવા

  • Share this:
દિપક પટેલ, નર્મદા : રાજ્યમાં આદિવાસીઓનાં ખોટા પ્રમાણપત્રો બાબતે ઉભા થયેલા વિવાદ બાદ ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે નર્મદા ભરૂચ જિલ્લાનાં મુખ્ય આદિવાસી કાર્યકરોની બેઠક રાજપીપલા સર્કિટ હાઉસમાં બોલાવી હતી. જ્યાં તેઓએ આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 'સરકારે આદિવાસીનાં હિતમાં જાતિ અંગેનાં પ્રમાણપત્રોની ખરાઈ કરી રહી છે. વનવિભાગની અને અન્ય ભરતીમાં આદિજાતીનાં પ્રમાણપત્રોની ખરાઈ દરમિયાન ખોટા પ્રમાણપત્રો મળ્યા હતાં. તેવા 150 ઉમેદવારોનાં આવા પ્રમાણપત્રો રદ્દ થયા છે. તેવા લોકો સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. સરકાર આદિવાસીઓનાં હિતમાં કાર્ય કરી રહી છે. જેથી અમે ભાજપ સરકાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.'

તેમણે વધુમાં કહ્યું હતું કે, 'ગુજરાતમાં કેટલાક તત્વો ગુજરાતમાં આંદોલન ઉભું થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. બંધારણ મુજબ જ સરકાર કામ કરી રહી છે અને કોઈને ઈરાદાપૂર્વક નોકરીથી કાઢી મુક્યા હોય તેમ નથી. સાચા આદિવાસીને બંધારણીય અધિકાર મળ્યો છે. આદિવાસીને વિશેષ અધિકાર પ્રાપ્ત થયો છે, જે બિન આદિવાસીઓ ખોટા સર્ટિફિકેટ મારફતે આદિવાસીઓનાં હક છીનવી લેવા પ્રયત્નો છે.'

આ પણ વાંચો : હેલ્મેટ પહેરવાની તૈયારી રાખજો! CMએ કહ્યું, 'કાયદો કાઢ્યો નથી, સ્થગિત કર્યો છે'

રાજ્યનાં વનમંત્રી ગણપત વસાવા એ પણ આ અંગે જણાવ્યું હતું કે, 'ખોટા સર્ટિફિકેટને કારણે જે લોકો નોકરીમાં ભરતી થયા છે તો તેની ચકાસણી હાલ ચાલી રહી છે. મારી માંગણી એવી છે કે, તેવા લોકોને નોકરીઓ નહિ આપવામાં આવે અને વિધાનસભામાં આ બાબતે કડકમાં કડક કાયદો પણ કાઢવામાં આવ્યો છે. આદિવાસીનાં ખોટા પ્રમાણપત્રોનો સિલસિલો આખા દેશમાં ચાલે છે. ઘણાં સમાજ ગરીબ છે પણ આદિવાસી સમાજમાં જ કેમ સામેલ થવા માંગે obcમાં પણ જઇ શકે છે. આદિવાસી શિક્ષિત રીતે પાછળ છે. સામાજિક રીતે પાછળ છે, તેમાં પણ બિન આદિવાસીઓ જો આદિવાસીનાં પ્રમાણપત્રો મેળવી લેશે. તો આદિવાસીનાં અસ્તિત્વનો સવાલ ઉભા થાય છે. આખા ડેધનો આદિવાસી હાલ જાગ્યો છે અને પોતાના અધિકારો માટે જાગ્યો છે, સરકાર પણ કટિબધ્ધ છે.'

જરાત
First published: December 19, 2019, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading