દિપક પટેલ, રાજપીપળા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતની વિવિધ 23 નગરપાલિકામાં 105 કરોડના વિકાસના કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું.એ વિકાસના કામમાં રાજપીપળા નગરપાલિકાની રાજેન્દ્ર નગર સોસાયટીમાં રોડ રસ્તા પર પેવર બ્લોકના કામની સરકારે મંજૂરી આપી છે, તો એ વિસ્તારના લોકોએ પેવર બ્લોકની કામગીરીનો વિરોધ નોંધાવી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરી છે.જો પેવર બ્લોક નખાશે રહીશોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.
રાજેન્દ્ર નગર સોસાયટીમાં રહોશોના વિરોધ વચ્ચે પેવર બ્લોક કામગીરીના ખાતમુહૂર્તનો કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ જીગીશા બેન ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, રાજપીપળા પાલિકા CO જયેશ પટેલ, પાલિકા સભ્ય ભરતભાઈ વસાવા સહિતના લોકો વચ્ચે કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું.
જોકે આ વિસ્તારના રહીશોનો ખૂબ જ વિરોધ સાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, સોસાયટીના રહીશોએ આ કાર્યક્રમમાં ગેરહાજર થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય મહેશ વસાવા અચાનક જ એ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરનો ઉધડો લીધો હતો કે તમે અમને કાર્યક્રમમાં કેમ નથી બોલાવતા.આ દરમિયાન કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે પણ તું તું મે મે થઈ હતી.
આ પણ વાંચો : સુરત : કેદીએ પત્ની ભાગી જતા જેલમાં આપાઘાતનો પ્રયાસ કર્યો, સારવાર દરમિયાન સિવિલમાંથી છૂમંતર
સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું હતું કે આ કામ મેં મંજૂર કરાવ્યું છે આ ત્યારે કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે બોર્ડમાં લીધા વગર તમે આ કામ કેમ મંજૂર કરાવ્યું.સાંસદ મનસુખભાઈ વસાવા અને કોર્પોરેટર મહેશ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.દરમિયાન મામલો બીચકયો હતો એક સમય તો એવો પણ આવી ગયો હતો કે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને પાલિકા સભ્ય મહેશભાઈ વસાવા એક બીજાને મારવા પર ઉતરી આવ્યા હતા.જો કે અંતે હાજર આગેવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો : જામનગર : જમીન દલાલના ત્રાસથી કંટાળી મેડિકલ સ્ટોર સંચાલકનો આપઘાત, 'હર્ષ ગમે તે થાય તું ડૉક્ટર બનજે'
સ્ટેચ્યૂના ફેન્સિંગ વિવાદ વખતે મનસુખ વસાવાને મળી હતી જાનથી મારી નાંખવાની ધમકી
તાજેતરમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી ચાલી રહી હતી તેનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા હતા.ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પણ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવા વિનંતી કરી હતી. એ સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફેનસિંગ કામગીરીનો મુદ્દો રાષ્ટ્રીય કક્ષાએ ચમક્યો હતો ત્યારે આ મામલે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને એક વ્યક્તિએ ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. ગણપત ભાઈ રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું એવી ધમકી મળી હતી