નર્મદા: ચૂંટણી ટાણે વિસ્ફોટકના મોટા જથ્થા સાથે એકની ધરપકડ

Network18 | News18 Gujarati
Updated: November 15, 2017, 5:47 PM IST
નર્મદા: ચૂંટણી ટાણે વિસ્ફોટકના મોટા જથ્થા સાથે એકની ધરપકડ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નર્મદામાં વિસ્ફોટકનો મોટો જથ્થો પકડાયો છે. નર્મદાના ગરુડેશ્વર પાસે વાંસલા ગામ નજીકથી નર્મદા પોલીસે બાતમીના આધારે વિસ્ફોટકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજી, એલસીબી અને કેવડિયા પોલીસે ઓપરેશન બહાર પાડ્યું.
Network18 | News18 Gujarati
Updated: November 15, 2017, 5:47 PM IST
કેવડિયાઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નર્મદામાં વિસ્ફોટકનો મોટો જથ્થો પકડાયો છે. નર્મદાના ગરુડેશ્વર પાસે વાંસલા ગામ નજીકથી નર્મદા પોલીસે બાતમીના આધારે વિસ્ફોટકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજી, એલસીબી અને કેવડિયા પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું.પોલીસે 1,777 નંગ જીલેટીન સ્ટિક, 1,250 નંગ ઈલેક્ટ્રોનિક ડિટોનેટર સહિત કુલ 1,23,270ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં તાપી જિલ્લામાંથી મહેન્દ્ર નામના વ્યક્તિ પાસેથી આ મુદ્દામાલ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં આરોપી આ વિસ્ફોટક સામગ્રી ક્વોરીમાં પથ્થર બ્લાસ્ટિંગ માટે લાવવામાં આવ્યો હોવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.

નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે.વિધાનસભાની આગામી વિધાનસભાની ચૂટણીને ધ્યાને લઈને મહારાષ્ટ્ર બોર્ડર પરથી દારૂ અને અન્ય પદાર્થોની હેરફેર પર કાબુ મેળવવા માટે જિલ્લા પોલીસ સક્રિય બની છે. આજરોજ નર્મદા પોલીસના અધિકારીઓ ને મળેલ બાતમી આધારે આજે મોડી સાંજે ગરુડેશ્વર પાસે આવેલ વાંસલા ગામ પાસે પથ્થરની ક્વોરીઓ પાસેની એક

ઓરડીમાંથી નાના જીલેટિન સ્ટિક - 1752 નંગ,મોટી જીલેટિન સ્ટિક -25ઇલેક્ટ્રોનિક ડિટોનેટર - 1250 નંગ,વાયર - 10 મીટર કુલ કિંમત - 1,23,270 ₹ ની કિંમત સાથે વિનોદ જમનાદાસ વિરવાલ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં તાપી જિલ્લામાંથી મહેન્દ્ર નામના વ્યક્તિ પાસેથી આ મુદ્દામાલ લાવ્યો હતો.ગંભીરતાની વાત તો એ છે કે વિસ્ફોટક સામગ્રી ની હેરફેર વેળાએ ભારે કાળજી રાખવી પડે છે અને કેમેરાની ફ્લેશ અને મોબાઈલ પણ નજીક રાખવાની પોલીસ કાળજી રાખતી નજરે પડતી હતી.ત્યારે આરોપીઓ એ પોતાના આર્થિક સ્વાર્થ ખાતર આવા વિસ્ફોટક ની કાળજી રાખતા નથી. જો કે હાલમાં પોલીસે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા આરંભી છે.અને હાલમાં આરોપી આ વિસ્ફોટક સામગ્રી ક્વોરી માં પથ્થર બ્લાસ્ટિંગ માટે લાવવામાં આવ્યો હોવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે.આગળની તપાસમાં વધુ માહિતી પ્રાપ્ત થશે.
First published: November 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर