નર્મદાઃ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલી કિશોરીનું જોઇલો live રેસ્ક્યૂ

રેસ્ક્યૂ ટીમે ખાડીની સામે બાજુ એક દોરડું ફેંકીને સામે ઊભેલા લોકોને દોરડું બાંધીને બાળકીને ઝોળી બનાવી રેસ્ક્યૂ ટીમે દોરડાથી ખેંચી લીધી હતી.

News18 Gujarati
Updated: September 13, 2019, 5:56 PM IST
નર્મદાઃ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલી કિશોરીનું જોઇલો live રેસ્ક્યૂ
રેસ્ક્યૂ ઓપરેશનની લાઇવ તસવીર
News18 Gujarati
Updated: September 13, 2019, 5:56 PM IST
દિપક પટેલ, સુરતઃ હાલ ચોમાસાની (Monsoon) સિઝનને કારણે નદી નાળા છલકાયા છે જેના કારણે નર્મદા ડેમ (Narmada Dam)નજીકના કેવડિયા કોઠી અને ધાવડી ગામ નજીક આવેલ સુખી ખાડીમાં પાણી આવ્યું છે. કોઠી ગામની 13 વર્ષની સુરેખા તડવી નામની બાળકી આ ખાડીમાં કોક કારણોસર ગઈ હતી. ત્યારે જ અચાનક આ ખાડીમાં પાણી આવી જતા બાળકી પાણી વચ્ચે આવેલ બેટમાં ફસાઇ ગઈ હતી. જેની જાણ થતાં જ ગ્રામજનો બાળકીને બચાવવા માટે સ્થળ પર દોડી ગયા હતા.

ત્યારબાદ કોઈ ગ્રામજન દ્વારા કેવડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા કેવડિયા ASP અચલ ત્યાગી CPI દિલીપ શુકલાને ઘટના સ્થળે બાળકીનું રેસ્ક્યૂ કરવા માટે પોતાની ટીમ લઈને રવાના થયા હતા. બાળકી પાણીમાં ફસાતા બાળકી એક પથ્થર પર ઉભી રહી હતી. ત્યારે રેસ્ક્યૂ ટીમે ખાડીની સામે બાજુ એક દોરડું ફેંકીને સામે ઉભેલા લોકોને દોરડું બાંધીને બાળકીને ઝોળી બનાવી રેસ્ક્યૂ ટીમે દોરડાથી ખેંચી લીધી હતી.

લગભગ બે કલાકની જહેમત બાદ આ બાળકીને બચાવી લેવામાં આવી હતી. અને તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી. પરિવાર સાથેના મિલનના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...