તો શું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં વિસ્તારમાંથી દારૂબંધી હટી જશે?

News18 Gujarati
Updated: December 8, 2019, 10:00 AM IST
તો શું સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં વિસ્તારમાંથી દારૂબંધી હટી જશે?
સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વધુ પર્યટકોને આકર્ષવા માટેનાં આયોજન પર વિચાર થઇ રહ્યો છે.

  • Share this:
ગાંધીનગર : સોમવારથી એટલે આવતી કાલથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ત્રણ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. જેમાં આઠ બિલ રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસના આ સત્રમાં, ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ તૃતીય સુધારા વિધેયક, ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો અંગેનું સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયી ટેક્નિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ બાબત સુધારા વિધેયક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ સહિતના વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નોટીફાઇડ એરિયા તરીકે જાહેપ કરીને વધુ પર્યટકોને આકર્ષવાનું આયોજન કરવા પર વિચાર કરવામાં આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં વિસ્તારમાં દારૂબંધી હટાવવાની ચર્ચા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર વધુ પર્યટકોને આકર્ષવા માટેનાં આયોજન પર વિચાર કરી શકે છે. જેમાં આ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાસન કરશે નહિ. માત્ર વહીવટી તંત્રને હસ્તક જ તેના વિકાસની જવાબદારી નાંખવામાં આવશે. સરકાર ગુજરાત રાજ્યની દારૂબંધીની જોગવાઈમાંથી તેને મુક્ત કરવા માટેનું આયોજન કરી રહી હોવાની ચર્ચાએ પણ આ વિધેયક લાવવાની વાત સાથે જોર પકડયું છે. આ પગલું લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે તેની ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે, આ છે કારણ

વિધાનસભામાં પૂરતો પોલીસ બંદોબસ્ત રખાશે

આવતી કાલથી શરૂ થતાં વિધાનસભાનાં સત્ર માત્ર ત્રણ દિવસનું રહેશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 'વિધાનસભાના સત્રના પ્રારંભે કોંગ્રેસે કૂચ કરીને ઘેરાવ માટેનું આહવાન કર્યું છે તે સંદર્ભે પણ તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પણ પૂરતી તકેદારી રાખીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇએ આપેલું શાળા-કોલેજ બંધ જેમ નિષ્ફળ રહ્યું તેમ આ કોલ પણ નિષ્ફળ રહેશે.' 
First published: December 8, 2019, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading